ભૂતકાળમાં અમરેલી જિલ્લા સહિત રાજ્યમાં પશુઓમાં લમ્પી વાયરસનો રોગચાળો ફેલાયો હતો. આ વાયરસને કારણે અનેક પશુઓ મોતને ભેટ્યા હતા ત્યારે અમરેલી જિલ્લામાં પશુઓમાં ફરીવાર આ રોગચાળો ન આવે તે માટે કુંકાવાવ તાલુકાના જીથુડી ગામ ખાતે પશુ દવાખાનામાંથી આવેલી ડોક્ટરની ટીમ દ્વારા પશુઓને લમ્પી વાયરસ વિરોધી રસી આપવામાં આવી હતી. પોતાના પાલતુ પશુઓને બચાવવા માટે ૧૮૫ પશુપાલકોએ પોતાના પશુઓને આ રસી અપાવી હતી. હાલ અમરેલી જિલ્લામાં ફરી એકવાર લમ્પી વાયરસે માથું ઉચકતા પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો છે.







































