કુંકાવાવ તાલુકાના કોલડા ગામે સંત શ્રી કોલવા ભગતના મંદિરે વૈશાખ સુદ પૂનમના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યજમાન રાજેશભાઈ કિકાણી અને પ્રફુલભાઈ દ્વારા બાવન ગજની ધજાની પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને ગામમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી ત્યારબાદ મંદિરે આ વિશાળ ધજા ચડાવવામાં આવી હતી. દ્વારકાધીશનું જગત મંદિર ફેરવીને દર્શન કરનારા સંત કોલવા ભગતના કોલેશ્વર ધામમાં દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે બિરાજમાન છે. કોલવા યુવક મંડળ દ્વારા દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે અને બટુકભોજન પણ કરાવવામાં આવે છે. દૂર દૂરથી ભાવિક ભક્તો આ દિવસે દર્શન કરવા આવે છે.