દિલ્હીમાં ચાલેલ કિસાન આંદોલન ખુબ મોટું આંદોલન રહ્યું અને આ દરમિયાન અનેક લોકોના મોત પણ થયા છે.હવે કિસાન આંદોલનમાં જીવ ગુમાવનાર કિસાનોના પરિવારોને આર્થિક મદદ મળશે.શહીદ કિસાનોના પરિવારોને ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે અને આ આર્થિક મદદ પંજોબ હરિયાણા અને દિલ્હીના ૭૦૦ કિસાનોના પરિવારોને આપવામાં આવશે.આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર,દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજોબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહેશે.ત્રણેય મુખ્યમંત્રીઓની હાજરીમાં શહીદ કિસાનોના પરિવારોને આર્થિક મદદ આપવામાં આવશે
એ યાદ રહે કે કૃષિ કાનુનને લઇ ચાલેલ આંદોલનમાં સૌથી વધુ પંજોબ હરિયાણા અને દિલ્હીના કિસાનોએ ભાગ લીધો હતો આ દરમિયાન અનેક કિસાનોના મોત પણ થયા હતાં જો કે કેન્દ્ર સરકારે કૃષિ કાનુન પાછો ખેંચી લીધો હતો આથી કિસાનોએ પોતાનું આંદોલન પણ પરત ખેંચી લીધુ હતું. હવે હરિયાણા દિલ્હી અને પંજોબના શહીદ કિસાનોના પરિવારને ત્રણ ત્રણ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે સૌથી પહેલા તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખરે એ જોહેરાત કરી હતી કે આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા કિસાન પરિવારને ત્રણ ત્રણ લાખ આપવામાં આવશે
તાજેતરમાં પંજોબના કિસાનોએ પોતાની અનેક માંગોને લઇ ભગવંત માન સરકારની વિરૂધ્ધ મોરચો ખોલ્યો હતો પ્રદર્શનકારી કિસાનોએ ચંડીગઢ સીમા પર તંબુ તાણ્યા હતાં અને સરકારની વિરૂધ્ધ આંદોલન શરૂ કર્યું હતું ત્યારબાદ પંજોબમાં આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી સરકારે કિસાનોની અનેક માંગોને માની હતી જયારે કિસાનોએ પોતાનું પ્રદર્શન સમાપ્ત કર્યું હતું.