સંયુક્ત કિસાન મોરચો કિસાન આંદોલનને એક વર્ષ થવા જઇ રહ્યું છે ત્યારે ૨૬ નવેમ્બરે દિલ્હીની સરહદ પર મોટી સભાઓ કરશે અને ૨૯ નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે ત્યારે દરરોજ ૫૦૦ ટ્રેક્ટર સંસદ સુધી માર્ચ કાઢશે. સિંધુ બોર્ડર પર થયેલી મીટિંગમાં આગળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો હરિયાણાના સંગઠનો દ્વારા ગુરનામ સિંહ ચઢૂનીએ ૨૬ નવેમ્બરે દિલ્લી કૂચનો પ્રસ્તાવ રાખ્યો. આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય ન થયો. બેઠકવાળી જગ્યા નજીક ચઢૂનીના સમર્થકોએ પોતાની માગને લઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
મોરચાની લગભગ બે કલાક સુધી બેઠક ચાલી હતાં જેમાં કિસાન નેતાઓએ આંદોલનને આક્રમક બનાવવા પર જોર અપાયુ હતું વરિષ્ઠ નેતા આંદોલનને શાંતિપૂર્ણ અને અનુશાસનની સાથે ચલાવવા પર સહમતિ બનાવતા જોવા મળ્યા હતાં. કિસાન નેતા રાકેશ ટિકેત દ્વારા દિલ્હી કૂચના અલ્ટીમેટમ પર કોઈ જ સહમતિ બની ન હતી અને આ રીતે ગુરનામ સિંહ ચઢૂનીની દિલ્હી કૂચ અને પંજોબના ખેડૂત નેતાઓના કુંડલી માનેસર પલવર એક્સપ્રેસ વે જોમના પ્રસ્તાવ પણ હાલ હોલ્ડ પર રાખવામાં આવ્યા છે
બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયનો અર્થ એ છે કે ૨૬ નવેમ્બરે કિસાન આંદોલનને એક વર્ષ પૂરું થશે, ત્યારે આ દિવસે ખેડૂત નેતાઓ શક્તિ પ્રદર્શન કરશે. આ દિવસે પંજોબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનથી દિલ્હી સુધી તમામ મોરચે મોટી સંખ્યામાં ભીડ એકઠી કરાશે. મોટી સભાઓ કરવામાં આવશે. ૨૬ નવેમ્બરે બંધારણ દિવસ પણ છે. કિસાનો, શ્રમિકો, કર્મચારીઓ, ખેત મજૂરો, મહિલાઓ, યુવકો અને છાત્રો દ્વારા મોટા પાયે સંયુક્ત રીતે રાજ્યવ્યાપી કાર્યવાહીનું આહ્વાન કર્યું છે.
દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ૨૯મી નવેમ્બરથી શરૂ થશે. એસકેએમ દ્વારા નિર્ણય લેવાયો છે કે ૨૯ નવેમ્બરથી સંસદના આ સત્રના અંત સુધીમાં ૫૦૦ ચૂંટાયેલા કિસાન ટ્રેક્ટર ટ્રોલીઓમાં દરરોજ સંસદ જશે. જેમનો હેતુ કેન્દ્ર સરકાર પર દબાણ વધારવાનો છે. સાથે જ કેન્દ્ર સરકાર તે માગ માનવા મજબૂર બને જેના માટે દેશભરના ખેડૂતો એક વર્ષથી સંઘર્ષ કરી રહ્યાં છે.
બેઠકમાં જણાવવામાં આવ્યું કે ૨૮ નવેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં એક કિસાન મજૂર મહાપંચાયતનું આયોજન કરાશે. આ આયોજન સંયુક્ત શેતકારી કામગાર મોરચાના બેનર હેઠળ ૧૦૦થી વધુ સંગઠનો દ્વારા સંયુક્ત રીતે કરાશે. ૨૮ નવેમ્બર મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફુલેની પુણ્યતિથિ તરીકે ઉજવવામાં આવે છે.