અમેરિકાથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક કિશોરે પોતાના જ માતા-પિતાની હત્યા કરી નાખી હતી. આ કેસ વિસ્કોન્સીનનો છે. હવે આ હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ કિશોરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધી હતો. નફરતનું સ્તર એટલું બધું હતું કે તે કિશોર ટ્રમ્પને મારી નાખવા માંગતો હતો અને તેમની સરકારને ઉથલાવી પણ દેવા માંગતો હતો. આ કામ પૂર્ણ કરવા માટે, યુવાનને પૈસાની જરૂર હતી, તેથી તેણે પોતાના માતાપિતાની હત્યા કરી.
તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં આ વાત સામે આવી છે. ગયા મહિને, વૌકેશા કાઉન્ટી સત્તાવાળાઓએ ૧૭ વર્ષીય નિકિતા કાસાપ પર તેની માતા, તાતીઆના કાસાપ અને સાવકા પિતા, ડોનાલ્ડ મેયરની હત્યા તેમજ ઘરફોડ ચોરી અને અન્ય ગુનાઓ કરવાનો આરોપ મૂક્્યો હતો. અધિકારીઓનો આરોપ છે કે કિશોરે ફેબ્રુઆરીમાં મિલવૌકી હત્યાકાંડ આચર્યો હતો. હત્યા કર્યા પછી, તે ૧૪,૦૦૦ યુએસ ડોલર રોકડા લઈને ભાગી ગયો.
આ હત્યાની ઘટના બાદ પોલીસે ગયા મહિને કેન્સાસથી નિકિતા કાસાપની ધરપકડ કરી હતી. અધિકારીઓએ હવે કાસાપ પર તેના માતાપિતાની હત્યાનું કાવતરું ઘડવાનો, ડ્રોન અને વિસ્ફોટકો ખરીદવાનો અને રશિયન બોલતા માણસ સહિત અન્ય લોકો સાથે તેની યોજનાઓ શેર કરવાનો આરોપ મૂક્્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે કાસાપે યુનાઇટેડ સ્ટેટ્‌સના રાષ્ટ્રપતિની હત્યા કરવા માટે એક મેનિફેસ્ટો લખ્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પને મારી નાખવાની અને યુનાઇટેડ સ્ટેટ્‌સ સરકારને ઉથલાવી પાડવાની તેમની યોજના વિશે તે અન્ય લોકોના સંપર્કમાં હતો. કાસાપે તેના માતાપિતાને મારી નાખ્યા જેથી તે તેની યોજના પૂર્ણ કરી શકે. તે પૈસાની વ્યવસ્થા કરી શકતો હતો અને પોતાની યોજનાઓ મુક્તપણે અમલમાં મૂકી શકતો હતો.