અમરેલીમાં સિવિલ હોસ્પિટલ ખાતે “સખી” વન સ્ટોપ ૨૪ટ૭ કાર્યરત છે. જેમાં હિંસાથી પીડિત બહેનોને જુદી જુદી પાંચ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવે છે. તાજેતરમાં આ કેન્દ્રમાં મદદ માટે આવેલી એક કિશોરીને યોગ્ય માર્ગદર્શન આપીને તેનું તેના પિતા સાથે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાની વિગત મુજબ, ૧૭ વર્ષીય કિશોરી ઘરમાં નવી માતા અને પિતાનો ત્રાસ હોવાથી પોતે સેન્ટરમાં મદદ માટે આવી હતી. કિશોરીના કહેવા મુજબ, તે જયારે નાની વયની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. આથી તે અને તેનો નાનો ભાઈ છેલ્લા સાત-આઠ વર્ષથી તેમના મામાના ઘરે રહેતા હતા. આ દરમિયાન તેમના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. સાવકી મા અને કિશોરીને એકબીજા સાથે બનતું નહોતું. આ કિશોરી જ્યારે વેકશનમાં પિતાના ઘરે જાય ત્યારે પણ તેમની સાવકી માતા તેને માનસિક ત્રાસ આપતી હતી. આ બાબતે તેના પિતા પણ પોતાની દીકરીની તરફેણ કરતા નહોતા. આથી આ કિશોરી મનમાં મુંજાયા કરતી હતી. તે ધોરણ-૧૦માં માત્ર એક વિષયમાં નાપાસ થતા તે કંટાળીને ઘરેથી નીકળી ગઇ હતી. તે અભ્યાસમાં આગળ કંઈ કરી નહિ શકે તેવી લઘુતાગ્રંથીથી પીડાતી હોવાથી તેણે અભ્યાસ છોડવાનું નક્કી કર્યું હતું. જયારે તે કેન્દ્રમાં આવી ત્યારે માનસિક રીતે ખૂબ જ હતાશ હતી અને તે પોતાના પિતા કે મામાના કે કોઈના
આભાર – નિહારીકા રવિયા ઘરે જવા ઇચ્છતી નહોતી. તેની સંપૂર્ણ વિગત સાંભળીને સેન્ટરના કર્મચારી અને કેન્દ્ર સંચાલકે તેનું કાઉન્સેલીંગ કર્યું હતું. તેને બે દિવસ સુધી સેન્ટર પર આશ્રય આપીને તેની સાથે પરામર્શ કરતા તે વધુ અભ્યાસ માટે તૈયાર થઈ હતી. કિશોરી પિતાના ઘરે રહેવા અને આગળ અભ્યાસ પૂર્ણ કરવા સહમત થઈ હતી. ત્યારબાદ તેમના પિતાને સેન્ટર પર બોલાવીને કિશોરીને માનસિક રીતે ત્રાસ ન આપવા અને તેની સાથે સારું વર્તન કરવા માટે સમજાવ્યા હતા. પિતાને તેમની ભૂલ સમજાયેલ અને હવે પછી દીકરીના અભ્યાસ તેમજ અન્ય જવાબદારી નિભાવશે તેવું તેમણે જણાવ્યું હતું. અંતે કિશોરી અને તેના પિતા વચ્ચે સુખદ સમાધાન થયું હતું.