એ સામી ભીંતે લખેલી હકીકત છે કે માનવજીવનના આવનારા સમયમાં સોશિયલ મીડિયાનો મોટો પ્રભાવ રહેવાનો છે. વિશ્વના કોઈપણ ખૂણાના માણસ સાથે ઘડીભરમાં સંપર્ક થઇ શકે એવા અદભુત આ પ્લેટફોર્મનો ઉપયોગ આજે જે પ્રમાણમાં થઇ રહ્યો છે, તેની દિશા અને દશા જોતા એ વધતો જવાનો છે. કોઈપણ ક્ષેત્ર આના ઉપયોગ વિના ચાલી ન શકે. બી ગ્રેડની ફિલ્મી નટીના બીજા વખતના ગર્ભાધાન અને વડાપ્રધાન તરીકે કયો ઉમેદવાર સારો એ હવે સોશિયલ મીડિયા થકી જ જાણવા મળશે. એક સમયે છાપું વાંચવાનું અને ટીવી પર સમાચાર જોવાનું પણ બંધ કરી દેશે. આર્થિક, સામાજિક, પારિવારિક, સરકારી કે રાજકીય, દરેક ક્ષેત્રમાં આ દુનિયા મોટી થતી જઈ રહી છે. અપનાવવાના અનેક લાભ છે, સાથે નુકસાન પણ મોટા છે, જે નવું છે એટલે પ્રત્યક્ષ દેખાતા નથી પણ દરેક ક્ષેત્રમાં સમજણ વિનાના ઉપયોગે ધીમા નુકસાન દેખાડવાના શરુ કર્યા છે. બાળકોથી લઈને દેશની ચૂંટણીઓ પર તેનો ખરાબ પ્રભાવ આપણે જોઈ લીધો છે. સોશિયલ મીડિયામાં લખવાની, વિચારો વ્યક્ત કરવાની, બીજાના વિચારો સાથે સહમત કે અસહમત થવાની પ્રથા ચેપી રોગની જેમ ફેલાતી જાય છે. કોઈએ વિચાર વ્યક્ત કર્યો તો દરેક વખતે અને દરેક વ્યક્તિને આપણો પ્રતિભાવ આપવો જરૂરી નથી હોતો. બંધારણે આપેલ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર હેઠળ લોકો લખે છે, અભિવ્યક્તિ કરે છે, પ્રતિભાવ આપે છે, શેર કરે છે. પ્રતિભાવ આપવાનું, વિચાર વ્યક્ત કરવાનું, વિરોધ કરવાનું, અફવા ફેલાવવાનું, પોતાની માનસિક બીમારી જાહેર કરવાનું એક ખૂબ મોટું ફલક ખુબ સસ્તામાં એક મહિનો સુધી મળી રહેવા માંડ્‌યું છે. અમર્યાદિત ગાળો દેવાનો ભાવ કદાચ અઢીસો રૂપિયા પ્રતિમાહ ચાલી રહ્યો છે. અપ્રત્યક્ષ રીતે તમે આખી દુનિયાને ભાંડી શકો છો. મજા એ છે કે રૂબરૂ કોઈ જવાબ આપવા હાજર નથી. જેની પાસે પોતાના વિચારો નથી એની પાસે વિચારો વ્યક્ત કરવાની, શાપ આપવાની, હેન્ડ ગ્રેનેડ જેવા ઉછીના સુવિચારો સવારમાં બીજાના લમણે મારવાની જગ્યા ઉપલબ્ધ છે. પોતાના ઘરમાં જો રસોઈ બગડે તો પણ તેઓ આ જગ્યાએ કોઈ રાષ્ટ્રીય બાબતમાં પોતાનો એ એન્ગલ સેટ કરશે કે એ રસોઈ બગાડવા માટે દેશના વડાપ્રધાન જવાબદાર છે. એ પોતાના સિવાય આખી દુનિયાની જવાબદારી શું છે એ જાણે છે.
સારી બાબતને ફેલાતા વાર લાગે છે પણ ખરાબ અને ખોટી વાત જંગલની આગની જેમ ફેલાય જાય છે તેમ અફવાઓ ફેલાવવામાં આ માધ્યમની ઝડપ ભયંકર છે. કહેવત છે કે જેમ સત્ય ચપ્પલ પહેરતું હોય તેટલા સમયમાં જુઠ અર્ધી દુનિયાનું ચક્કર કાપી ચુક્યું હોય છે તેમ ખોટો અને ખરાબ વિચાર, જુઠ્ઠાણું એક દિવસમાં તો આખા હિન્દુસ્તાનમાં કે દુનિયામાં ફેલાઈ શકે છે. પછી જે તે સંદર્ભિત જગ્યાએ ઈન્ટરનેટ બંધ કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ચૂંટણી ટાણે, તહેવારો કે સભા સરઘસોના સમયે બંદોબસ્ત ગોઠવવાની સાથે સાથે નેટ પણ બંધ કરવું પડે છે, માનવજાત દ્વારા માનવજાત માટે એક મહાન શોધ દ્વારા ઉભી થયેલી આટલી સુંદર વ્યવસ્થાને બંધ કરી દેવી પડે, એ સાબિત કરે છે કે માણસ તેનો દુરુપયોગ વધુ કરે છે. જેમ અણુ વિભાજનના સિદ્ધાંતનો ઉપયોગ એટમ બોમ્બ બનાવવા માટે થયો હતો. એક ચોક્કસ વર્ગ આવા સમયે પોતાની ગટર છાપ માનસિકતા લઈને સોશિયલ મીડિયા પર ઉતરી પડે છે અને ગટરમાંથી મ્હોં કાઢીને છીંકતું અને આળોટતું ભૂંડ જેમ સડક અને આજુબાજુનું વાતાવરણ ખરાબ કરે એમ સારા વાતાવરણને કલુષિત કરી મૂકે છે. જ્ઞાતિ, જાતિ, સમાજ, વર્ગ વચ્ચે સહઅસ્તિત્વનો નકાર સમાજને સુક્ષ્મ વિભાજન તરફ દોરી જાય છે. આંકડાઓમાં છેડછાડ કરીને, ફોટાઓ મોર્ફ કરીને ગમે એની પાઘડી ઉછાળવામાં આવે છે. સામાન્ય રીતે
આભાર – નિહારીકા રવિયા કૂતરો કૂતરાની ભાષા, કાગડો કાગડાની અને ઝરખ ઝરખની ભાષા સમજે છે, પણ અહી કૂતરો, કાગડો અને ઝરખ પોતાની ભાષા હાથી, સિંહ, ઘોડો અને મોર પણ સમજી જાય એવી જબરદસ્તી સેવે છે. આ બધી બાબતો કરતી વખતે ઘણી વખત વિવેક્ ચૂક થાય છે. ફોજ્ડ્‌ર્ કરેલા ફોટાઓ અને આંકડાઓની ભરમાર ચાલી છે. આ બધાનું કારણ એ છે કે અત્યંત ઝડપે વિકસી ગયેલી આ શાનદાર સુવિધા એક જહાજના કાગડાની માનસિકતા ધરાવતા વર્ગના હાથમાં પણ જઈ પડી છે કે જેને ઉડીને દુર તો જવું છે પણ બેસવા માટે બીજી ડાળ કે આધાર નથી. આવા લોકોના અભિપ્રાયો આધારે પસંદગી કરવામાં મોટું જોખમ છે. આવનારા સમયમાં ચૂંટણી પણ આ પ્લેટફોર્મ પર લડાવાની છે, ત્યારે ખોટા માણસો પસંદ થઇ જવાની ગંભીર શક્યતા છે. ભ્રમ આધારે પસંદ થઇ ગયેલો નેતા દેશ માટે રોકડું જોખમ છે.
ભ્રમ ઉભો કરવા માટે તથ્યો કે તર્કની જરૂર નથી પડતી. એ માટે મેલી મુરાદ કાફી છે. આ બિલકુલ એવું છે કે એક વખત કોઈ વ્યક્તિ ચારિત્ર્યહીન હોવાની અફવા ગામમાં ફેલાઈ જાય ત્યારબાદ એણે આખી જિંદગી ખુલાસાઓ આપતા ફરતા રહેવું પડે છે. જાહેર જીવનમાં આક્ષેપ કરવો સામાન્ય બાબત છે. છાપાવાળાઓ, સોશિયલ મીડિયા પર રોજી રળતા જંતુઓ આવા ભ્રમ કે આક્ષેપોને પોતાની દુકાન ચલાવવા પ્રશ્નાર્થ ચિહ્ન સાથે છાપી મારે છે. પ્રજાની વિવેકબુદ્ધિ આવનારા સમયમાં કસોટીની એરણે ચઢી રહેવાની છે.
ક્વિક નોટ — ગાંધીજીને ગોળી વાગી અને બાપુના છેલ્લા શબ્દો હતા “હે રામ”, બાપુ જેવું જીવ્યા હતા એવા અંતિમ ઉદગાર એમની જીભે આવી ગયા. પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન લિયાકત અલીખાનને ગોળી વાગી અને લિયાકત અલીખાનના છેલ્લા શબ્દો હતા “ગોલી લગ ગઈ…”. હિન્દુસ્તાન આજે “હે રામ” અને “ગોલી લગ ગઈ” વચ્ચે અસમંજસમાં છે.