૧૯૭૧ના ભારત- પાક યુદ્ધ વખતે પાકિસ્તાનને પરાસ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકેલી નેવીની કિલર સ્કવાડ્રન તરીકે ઓળખાતી ૨૨મી મિસાઇલ વેસલ સ્કવાડ્રને ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ નિમિત્તે આઠમી ડિસેમ્બરે મુંબઇના નેવલ ડાકયાર્ડમાં રાષ્ટ્રીપતિ રામનાથ કોવિંદના હસ્તે સ્કવાડ્રનનું સન્માન કરવામાં આવશે.
સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા મુજબ નેવલ ડોક્યાર્ડ ખાતે આઠમીએ સવારે ૯ વાગ્યે પરેડ યોજોશે અને ત્યારબાદ રાષ્ટ્રીપતિ રામનાથ કોવિંદના હસ્તે કિલર સ્કવાડ્રનને પ્રેસિડેન્ટસ સ્ટાન્ડર્ડ એવોર્ડ પ્રદાન કરીને બહુમાન કરવામાં આવશે.
આ કિલર સ્કવાડ્રને ૧૦૭૧ના યુદ્ધ વખતે પાકિસ્તાનના કરાચી બંદર પર હુમલો કરીને ખેદાનમેદાન કરી નાખ્યું હતું. આ સ્કવાડ્રનનું સૂત્ર છે હિટ ફર્સ્‌ટ એન્ડ હિટ હાર્ડ. આ સૂત્ર અનુસાર દુશ્મન પર હુમલો કરવામાં કિલર સ્કવાડ્રનના યુદ્ધ જહાજ મોખરે રહે છે.