હિંસામાં ૨૯ લોકો ઘાયલ થયા, ૧૪ને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક લોકોએ મારપીટ કર્યાની ઘટના હાલ ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ અનુસાર, અહી રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવાયા છે. લોકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓની જારદાર પીટાઈ કરી હતી. જેના બાદથી કિર્ગિસ્તાનમાં અન્ય દેશોમાંથી આવીને ભણતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. પાકિસ્તાને પોતાના વિદ્યાર્થીઓને પરત આવવા માટે કામગીરી હાથ ધરી છે. આ માટે પાકિસ્તાને શનિવારે એક વિમાન મોકલીને
પોતાના વિદ્યાર્થીઓને પરત બોલાવ્યા હતા. તો ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકથી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સ્થાનિક લોકો વિદેશી વિદ્યાર્થીઓને માર મારી રહ્યાં છે.