કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના પહેલા બાળકની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. આ દંપતીએ ફેબ્રુઆરીમાં ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા. બંનેએ એક સુંદર તસવીર સાથે ચાહકોને જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. કિયારા-સિદ્ધાર્થને તેમના જીવનના નવા અધ્યાય માટે અત્યાર સુધીમાં હજારો અભિનંદન મળ્યા છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ આ કપલને આગામી બાળક માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. પરંતુ, સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરનારી આલિયા ભટ્ટે એક સુંદર ભેટ આપીને તેમની ખુશીમાં વધારો કર્યો છે. હા, આલિયા ભટ્ટે માતા બનનારી કિયારા અડવાણીને એક સુંદર ભેટ મોકલી છે, જેની એક ઝલક કિયારાએ પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
કિયારા અડવાણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આલિયા ભટ્ટ દ્વારા મોકલવામાં આવેલી ભેટની એક ઝલક શેર કરી અને કેપ્શનમાં તેને ‘આભાર’ કહ્યું. આલિયાએ કિયારાને તેના ટકાઉ બેબી ક્લોથિંગ બ્રાન્ડ ‘એડામામા’ તરફથી કેટલાક નવજાત શિશુના કપડાં મોકલ્યા છે, જેનો ફોટો કિયારાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને જણાવ્યું છે કે આલિયા દ્વારા મોકલવામાં આવેલી આ ભેટ તેને કેટલી ગમી. કિયારાએ ભેટનો ફોટો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું – ‘આભાર મામા આલિયા ભટ્ટ.’
આલિયાએ આ ભેટ સાથે કિયારા માટે એક સુંદર નોટ પણ મોકલી, જેમાં લખ્યું હતું – ‘પ્રિય કિયારા, જેમ જેમ તમે આ નવા અને સુંદર તબક્કામાં પ્રવેશ કરો છો, હું તમને ખૂબ પ્રેમ મોકલી રહી છું. હું જાણું છું કે આ સફર કેટલી સુંદર છે અને તે કેટલી થકવી નાખનારી હોઈ શકે છે, તેથી મેં તમારા માટે એક આરામદાયક નાની વસ્તુ તૈયાર કરી છે. તે ખૂબ જ પ્રેમ અને કાળજીથી બનાવવામાં આવી છે. તેનો આનંદ માણો. તમને ખૂબ જ પ્રેમ, આલિયા.’
આલિયા અને કિયારાના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, આલિયા આ વર્ષે સ્પાય થ્રિલર ‘આલ્ફા’માં જાવા મળશે, જેમાં શર્વરી વાઘ પણ તેની સાથે છે. આ ફિલ્મમાં, આલિયા એક જાસૂસની ભૂમિકામાં જોવા મળશે. તે જ સમયે, કિયારા છેલ્લે દક્ષિણના સુપરસ્ટાર રામ ચરણ સાથે ‘ગેમ ચેન્જર’માં જોવા મળી હતી. તે જ સમયે, બંને અભિનેત્રીઓ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૫ માં તેમના ડેબ્યૂ માટે પણ હેડલાઇન્સમાં હતી. આલિયા અને કિયારા બંનેએ આ વખતે કિયારામાં તેમના લુકથી ઘણી હેડલાઇન્સ બનાવી હતી.














































