એનઆઇએ સ્પેશિયલ કોર્ટે ચંદન ગુપ્તા હત્યા કેસમાં ૨૮ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. તેમજ એનઆઇએ કોર્ટે આ કેસમાં બે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ પછી, એનઆઇએ આવતીકાલે સજાની જાહેરાત કરશે. તમને જણાવી દઈએ કે યુપીના કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી. એનઆઈએ કોર્ટની કાયદેસરતા અને સુનાવણી પર સ્ટે આપવા અંગે આરોપીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
આ પછી લખનૌ હાઈકોર્ટની બેન્ચે અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ લખનૌની એનઆઇએ સ્પેશિયલ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે ચંદન ગુપ્તા મર્ડર કેસ બાદ રાજ્યમાં વાતાવરણ ખૂબ જ ગરમ થઈ ગયું હતું અને કાસગંજ હિંસાની આગમાં લપેટાઈ ગયું હતું. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી વસીમ, નસીમ, સલીમ સહિત ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે મુખ્ય આરોપીઓમાં વસીમ, નસીમ અને સલીમ ભાઈ છે. જાકે બાદમાં આ કેસમાં ઘણા લોકોને છોડી મુકવામાં આવ્યા હતા. લગભગ ૬ વર્ષ સુધી ચાલેલી કાનૂની લડાઈમાં ચંદનના પિતાને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ પછી હવે કોર્ટનો નિર્ણય આવ્યો છે. મળતી માહિતી મુજબ, સરકારે કાસગંજમાં ચંદન ગુપ્તાના નામ પર એક ચોક બનાવવાની પણ જાહેરાત કરી હતી.