કાશ્મીરી હિંદુઓ, અનુસૂચિત જનજોતિ અને ગુલામ કાશ્મીરથી આવેલ નાગરિકો પણ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં અનામત મળી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ક્ષેત્રોના સીમાંકનમાં રોકાયેલા સીમાંકન પંચે તેના અહેવાલો ડ્રાફટ તૈયાર કર્યો છે. પંચે ડ્રાફટ પર ચર્ચા કરવા માટે રાજયના પાંચ સાંસદોને ૨૦ ડિસેમ્બરે નવી દિલ્હી બોલાવ્યા છે. તેઓ સાંસદ આયોગના
સભ્ય પણ છે. તેમાં નેશનલ કોન્ફરન્સના ત્રણ સાંસદો ડો. ફારૂક અબ્દુલ્લા, હસનૈન મસૂદી, મોહમ્મદ અકબર લોન અને બંને બીજેપી સાંસદો જુગલ કિશોર શર્મા અને ડો. જીતેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે.
કેન્દ્રશાસિત પ્રદેશ બનતા પહેલા જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં માત્ર અનુસૂચિત જોતિ માટે સાત બેઠકો અનામત હતી. આ તમામ બેઠકો જમ્મુ વિભાગની હતી. કાશ્મીરી હિંદુઓ, ગુલામ કાશ્મીરથી આવેલ નાગરિકો અને અનુસૂચિત જનજોતિ માટે કોઇ બેઠકો આરિક્ષત ન હતી. હવે કાશ્મીરી હિંદુઓ અને ગુલામ કાશ્મીરના નાગરિકો તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવાની માંગ કરી રહયા છે. જો કે કાશ્મીરી હિંદુઓ તેમના માટે લોકસભામાં પણ એક સીટ અનામત રાખવાની માંગ કરી રહયા છે.
સૂત્રોએ જણાવ્યું કે પંચે તેના રિપોર્ટનો ડ્રાફટ તૈયાર કરી લીધો છે. આ હેઠળ, સિક્કિમમાં બૌદ્‌ઘ લામાઓ માટે અનામત બેઠકોની જેમ જ કાશ્મીરી હિંદુઓ માટે ફલોટિંગ વિધાનસભા મતવિસ્તાર બનાવવામાં આવી શકે છે. ફલોટિંગ વિધાનસભા મતવિસ્તાર એવો છે કે જેની કોઇ ભૌગોલિક સીમાઓ નથી. કાશ્મીરના હિંદુઓ ૧૯૮૯ પછી કાશ્મીરમાં આતંકવાદી હિંસાને કારણે સ્થળાંતર કરીને દેશના વિવિધ ભાગોમાં સ્થાયી થયા હોવાથી, તેઓ ત્યાંથી પણ તે પ્રદેશ માટે મતદાન કરી શકે છે. આ સિવાય પોંડિચેરી વિધાનસભાના મોડલને અપનાવીને કાશ્મીરી હિંદુઓ માટે આરક્ષણ સુનિશ્ચિત કરી શકાય છે. તેમના માટે એકથી બે બેઠકો અનામત રાખી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અનુસૂચિત જોતિ માટે માત્ર સાત બેઠકો અનામત રહેશે, જયારે નવ બેઠકો અનુસૂચિત જનજોતિ માટે અનામત રાખવામાં આવશે. બીજી તરફ, ગુલામ કાશ્મીરના નાગરિકો ઇચ્છે કે ગુલામ કાશ્મીરના કવોટા હેઠળની ૨૪ બેઠકોમાંથી કેટલીક બેઠકો બિન અનામત હોવી જોઇએ અને તેના પર તેમના સમુદાયના પ્રતિનિધિઓ ચૂંટવામાં આવે. જો કે, સીમાંકન પંચે સ્પષ્ટ કર્યુ છે કે ગુલામ કાશ્મીર માટે અનામત બેઠકો તેના અધિકારક્ષેત્રની બહાર છે, જો કે, તેમના માટે પણ એથી બે બેઠકો અનામત રાખવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની જોગવાઇ છે. વિધાનસભાની રચના પહેલા રાજયમાં વિધાનસભા મતવિસ્તારોનું સીમાંકન કરવું પડે છે. આ માટે કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૦ માંજસ્ટિસ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઇની અધ્યક્ષતામા સીમાંકન પંચની રચના કરી હતી. કમિશનમાં બે સત્તાવાર સભ્યો મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને રાજય ચૂંટણી કમિશનર કે કે શર્મા છે. જયારે અન્ય પાંચ સભ્યો છે. આ સભ્યો એ જ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ચૂંટાયેલા સાંસદ છે જયાં સીમાંકન થવાનું છે. કમિશને તેનો અંતિમ રિપોર્ટ માર્ચ ૨૦૨૨ સુધીમાં સુપરત કરવાનો રહેશે. આ પછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજોવાની છે.