જમ્મુ અને કાશ્મીરમાં હાલ આતંકીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ટાર્ગેટ કિલિંગ દ્વારા ૯ લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. જેના કારણે ઘાટીમાં રહેતા હિન્દુઓમાં દહેશતનો માહોલ છે અને હવે તેમણે પલાયન કરવાનો નિર્ણય પણ લઈ લીધો છે. ત્યારે કાશ્મીરમાં હિન્દુઓને ટાર્ગેટ કરવાના આ ષડયંત્ર પાછળ પાકિસ્તાનની આઇએસઆઇનો હાથ હોવાનું સામે આવ્યું છે. ટાર્ગેટ કિલિંગનું આ સમગ્ર પ્લાનિંગ એક વર્ષ પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં કરવામાં આવ્યું હતું. ટાર્ગેટ કિલિંગનું પ્લાનિંગ ગત વર્ષે આતંકીઓએ કરી લીધુ હતું પણ તેઓ યોગ્ય સમયની રાહ જાઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૧માં મુઝફ્ફરાબાદમાં અલગ અલગ આતંકી સંગઠનો અને આઇએસઆઇના ઓફિસરો વચ્ચે બેઠક થઈ હતી. જેમાં એવું નક્કી કરાયું કે નવા નામથી આતંકી જૂથ બનાવવા અને ટાર્ગેટ કિલિંગની જવાબદારી લઈ લેવી.
આ બેઠકમા કોને નિશાન બનાવવા તે પણ નક્કી કરવામાં આવ્યું જે મુજબ કાશ્મીરી પંડિતો, આરએસએસ, સિક્યુરિટી પર્સનલ, ભાજપના સ્થાનિક નેતાઓ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ વગેરેને ટાર્ગેટ કરવાનું નક્કી કરાયું હતું. આતંકી સંગઠનોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ૈંજીં સાથે મળીને ટાર્ગેટ કિલિંગને અંજામ આપવા માટે ૨૦૦ જેટલા લોકોની યાદી પણ તૈયાર કરી હતી. હવે આઇએસઆઇ તેના આ પ્લાન દ્વારા કાશ્મીરમાં દહેશત મચાવી રહી છે. ઘાટીમાં સતત થતી હત્યાઓ પછી કાશ્મીરી પંડિતો તેમના ઘર છોડીને જઈ રહ્યા છે.પીએમ પેકેજમાંથી મળેલા અનંતનાગના મટ્ટનમાં આવેલી પંડિત કોલોનીમાં સન્નાટો છવાઈ ગયો છે.કાશ્મીરી પંડિત રંજન જ્યોતિષીએ જણાવ્યું કે, અનંતનાગમાં આવેલા મટ્ટનની કાશ્મીરી પંડિત કોલોની ૯૦ ટકા ખાલી થઈ ગઈ છે. લોકોની ધીરજ ખૂટી ગઈ છે તેથી તેઓ અડધી રાતથી જ પલાયન કરવા લાગ્યા છે.
આ કોલોની પીએમ પેકેજ અતર્ગત બનાવવામાં આવી છે અને અહીં કાશ્મીરી પંડિત સમુદાયના સરકારી કર્મચારીઓ રહે છે. પરંતુ છેલ્લાં કેટલાક દિવસોથી થતી હત્યા બાદ હવે લોકો એમના ઘર છોડી રહ્યા છે. સ્થિતિતિ સુધર્યા પછી જ લોકો હવે અહીં પરત આવે તેવી શક્યતા છે.
બીજી બાજુ અનંતનાગ અને કુલગામના ઘણાં વિસ્તારોમાં કાશ્મીર પંડિતોએ સુરક્ષાની માંગણી કરી છે, જેતી તેઓ ઘાટી છોડીને અન્ય સુરક્ષીત જગ્યાએ જઈ શકે. કાશ્મીરમાં રાહુલ ભટ્ટની હત્યા પછી પંડિતો પ્રદર્શન કરી રહ્યા છે. અનંતનાગમાં રહેતા કાશ્મીરી પંડિત અવિનાશે જણાવ્યું કે, જ્યાં સુધી પુરતી સુરક્ષાની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી.
જમ્મુ-કાશ્મીર પ્રશાસને જાખમની શક્યતાઓ વચ્ચે કાશ્મીરી પ્રવાસીઓ અને જમ્મુના અન્ય કર્મચારીઓને ૬ જબન સુધી સુરક્ષીત જગ્યાએ તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને કહ્યું કે, દરેકને જિલ્લા મુખ્યાલયમાં શિફ્ટ કરવામાં આવશે. જાકે જમ્મુમાં મોટી સંખ્યામાં આવેલા કર્મચારીઓનો આરોપ છે કે, ટાર્ગેટ કરીને કર્મચારીઓની હત્યા કરવામાં આવી રહી છે.
કાશ્મીરમાં આ વર્ષે આતંકી હુમલામાં ૨૦ નાગરિકોની હત્યા થઈ છે. તેમાંથી ૯ હત્યાઓ તો છેલ્લાં ૨૨ દિવસમાં થઈ છે. આ ૯ લોકોમાં ૫ હિન્દુ અને ૩ સેનાના જવાન હતા. આ જવાન રજા પરથી ઘરે આવ્યા હતા. આતંકીઓએ એક ટીવી એક્ટરની પણ હત્યા કરી છે. ગુરુવારે રાતે લોકલ ટેરરિસ્ટ ગ્રુર કાશ્મીર ફ્રિડમ ફાઈટરએ લેટર જાહેર કરીને ધમકી આપી છે કે, બધાની હાલત આવી જ થશે.
૧૯૯૦માં ઘાટીમાંથી સૌથી વધુ પંડિતોએ કાશ્મીર છોડ્યું હતું. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૧૯૯૦માં ૨૧૯ કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. ત્યારપછી પંડિતોએ કાશ્મીર છોડવાની શરૂઆત કરી હતી. એક અંદાજ પ્રમાણે ૧ લાખ ૨૦ હજાર કાશ્મીરી પંડિતોએ તે સમયે કાશ્મીર છોડ્યું હતું.