બિહાર સરકારમાં મંત્રી રામ સુરત રાયે જમ્મુ કાશ્મીરમાં થઇ રહેલી હત્યાઓ પર મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે જા કોઇ અમારા એક વ્યક્તિને મારશે તો તેમના ૧૦૦ લોકો મારીશું.તેમણે કાશ્મીરમાં થઇ રહેલ ટારગેટ કિલિંગને લઇ કહ્યું કે આ ચિંતાનો વિષય તો જરૂર છે પરંતુ તેના પર તાકિદે કાબુ મેળવી લેવામાં આવશે.બપિહાર સરકારના મહેસુલ મંત્રી રામસુરત રાયે સ્થાનિક પરિસદનમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતાં આ દરમિયાન તેમણે કહ્યું કે વાતાવરણ બગાડવાના પ્રયાસમાં લાગેલ લોકોને જોરદાર જવાબ મળશે.
મંત્રીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ૭૦ વર્ષની બિમારી ખતમ થઇ છે.એક બે વર્ષથી કચરો સાફ થઇ રહ્યો છે.જયારે વાતાવરણ બગડવાના પ્રયાસમાં લોકોને જડબાતોડ જવાબ મળશે અમારા એક વ્યક્તિને મારવામાં આવશે તો તેમના ૧૦૦ લોકો મારીશું તેમણે કહ્યું કે કાશ્મીરથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ આંતકવાદીઓએ કોઇ મોટી ઘટનાને પરિણામ આપ્યું નથી અને જે પણ નાની મોટી ઘટનાઓ થઇ છે તેનો જારદાર જવાબ આપવામાં આવશે.
એ યાદ રહે કે આ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કાશ્મીરમાં બીહારી મજુરની હત્યા બાદ કહ્યું હતું કે કાશ્મીરને બિહારને સોંપી દેવામાં આવે તેમણે ટ્‌વીટ કરતા કહ્યું કે અમે પહેલા કહ્યું હતું કે ઘ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ આતંકી કાવતરૂ છે જેને બતાવી કાશ્મીરમાં ભય અને ડરનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે.કાશ્મીરમાં બનેલી આતંકી ઘટનાઓએ મારી વાતોને સાબિત કરી દીધી છે હું બસ એટલું જ નહીંશ કે જા કાશ્મીર શાંત કરવું હોય તો બિહારીઓને સોંપી દો બધુ ઠીક થઇ જશે.
એ યાદ રહે કે ગત કેટલાક દિવસોથી કાશ્મીરમાં બિન કાશ્મીરીઓની હત્યાના મામલા સામે આવી રહ્યાં છે. ગત ૨૬ દિવસોમાં ટારગેટ કિલિંગની અત્યાર સુધી ૧૦ ઘટનાઓ સામે આવી ચુકી છે.