જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ભૂસ્ખલનની ઘટના પ્રકાશમાં આવી છે. એક વાહન પર ટેકરી પરથી પથ્થર પડતાં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજિન્દર સિંહ રાણા અને તેમના પુત્રનું મોત થયું. તેમની પત્ની અને બે અન્ય ઘાયલ થયા.
સલુખ ઇખ્તાર નાલા વિસ્તારમાં આ ભૂસ્ખલનની ઘટના બની હતી જ્યારે રાજિન્દર સિંહ રાણા તેમના પરિવાર સાથે ધર્મારીથી તેમના વતન ગામ પટિયા જઈ રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે એક મોટો પથ્થર વાહન પર અથડાયો હતો, જેમાં જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવા અધિકારી રાણા અને તેમના પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ, ગંભીર રીતે ઘાયલોને રિયાસીની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ૨૦૧૧ બેચના અધિકારી રાણા રામનગર જીડ્ઢસ્ તરીકે તૈનાત હતા. અગાઉ, પૂર્વી લદ્દાખમાં સૈન્ય વાહન પર ખડક પરથી પથ્થર પડતાં બે સૈન્ય કર્મચારીઓના મોત થયા હતા.
આ ઘટના પર, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જીડ્ઢસ્ના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, ‘રિયાસીના ધર્મારી ખાતે ભૂસ્ખલનની ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું, જેમાં આપણે એક અધિકારી, રાજિન્દર સિંહ, જેકેએએસ ૨૦૧૧, એસડીએમ રામનગર અને તેમના પુત્રને ગુમાવ્યા છે. આ દુર્ઘટના હૃદયદ્રાવક છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય.’
રિયાસી જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડા. ગોપાલ દત્તે કહ્યું, ‘અમને ઘટનાની માહિતી મળતાની સાથે જ અમે ઘટનાસ્થળે બે એમ્બ્યુલન્સ મોકલી. ૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ ઘટનામાં આપણે એક યુવાન અધિકારી ગુમાવ્યો છે.’










































