સામાન્ય હિંદુ માન્યતા એવી છે કે ઈશ્વર બધાનો ન્યાય કરે છે. તો એ સ્વાભાવિક સવાલ છે કે જે બધાનો ન્યાય કરતો હોય એને અન્યાય કરી શકાય ? જો અન્યાય થાય તો એણે ક્યાં જવું ? ઇતિહાસમાં ઈશ્વરને અન્યાય થયો છે એ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે, પરંતુ વર્તમાનમાં આવું થઇ શકે ? પહેલું, રાજાના આશ્રિત, ભાંડ ઈતિહાસકારોએ હિંદુ પ્રજાનો ઈતિહાસ લખ્યે રાખ્યો, જેમાં વિજેતા વિધર્મી હતો અને ખુબ સારો માણસ હતો એવું લખવામાં આવ્યું. બીજું, વ્યાસપીઠ પર બેઠેલા, સંસારના નાના નાના સંઘર્ષોથી થાકીને ભાગી ગયેલા ધાર્મિક પ્રવચનકારોએ હિંદુ પ્રજાને અહિંસા, સહિષ્ણુતા, દયા, કરુણા, ક્ષમા જેવા શબ્દોનું અફીણ ચટાડી ચટાડીને સૈકાઓ સુધી ઘેનમાં રાખી જેના કારણે હિંદુ ધર્મને ગાળો આપીને પેટીયું રળનારી જીવાતો પેઢી દર પેઢી પેદા થતી રહી. ત્રીજું, રાધેમાને પૂર્ણ આસ્થાથી જોતા અને રામના અસ્તિત્વ વિષે શંકા કરતા બંને છેડાના વર્ગને હિંદુ ધર્મે પેદા કરી દીધા. ધાર્મિકતા મંદિરનો ઘંટ વગાડવાથી સિદ્ધ થઇ જાય એવું જ્ઞાન હિંદુ પ્રજાએ પ્રાપ્ત કરી લીધું. ” હિંસયા દૂયતે ચિતમ યસ્ય સ: હિંદુ!” જેવી વ્યાખ્યામાં હિંદુ બંધાઈ ગયો. ચોથું, આઝાદી બાદ અતયાયીઓની ચુંગાલમાંથી છુટ્યો અને પ્રતિકાર કરી શકે તેવી સ્થિતિમાં આવ્યો તો એના બદનસીબે એવા સત્તાનશીનો મળતા રહ્યા જેને હુંદુ આસ્થાને ઠોકર મારવામાં આક્રમણખોરોની કમી મહેસૂસ ન થવા દીધી. આ બધા કારણે એના ઈશ્વરને સતત અન્યાય થતો રહ્યો.

કરોડો લોકોને અસર કરતી હોય એવી ઘટનાઓ સદીઓમાં જવલ્લે જ બને છે. બાસ્તીલની જેલ પર ફ્રાન્સની જનતાએ હુમલો કર્યો અને આ હુમલાને લીધે ફ્રેંચ ક્રાંતિની શરૂઆત થઇ, ફ્રેંચ ક્રાંતિ પછીનો ફ્રાન્સનો ઈતિહાસ આપણી નજર સામે છે. બોલ્શેવીકોના પીટ્સબર્ગ, લેનીનગ્રાદ પરના હુમલાઓ દ્વારા ઝારના શાસનને ઉથલાવતી શરુ થયેલ રશિયન ક્રાંતિ, વહાણમાંથી ચાની પેટીઓ દરિયામાં ફેંકીને અમેરિકનોએ શરુ કરેલી બોસ્ટન ટી પાર્ટીએ અમેરિકાને અંગ્રેજોના તાબામાંથી મુક્ત કર્યું, હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં ૧૮૫૭નો વિપ્લવ, જલિયાવાલા બાગનો નરસંહાર, દાંડીકુચ અને આઝાદ હિન્દુસ્તાનમાં બાબરીધ્વંશ. રામમંદિર એ બધા મુદ્દાઓ માંહેનો એક હતો જેમાં વર્ષોથી કહેવામાં આવતું હતું કે આનો ઉકેલ શક્ય નથી અને જો ઉકેલ આપવામાં આવ્યો તો હિન્દુસ્તાનની તાવારિખ ખૂનથી લાલ થઇ જશે. કૌમી વૈમનસ્યનની આગ ભડકી ઉઠશે, ગર્દિશે આસમાની વરસી પડશે. આઝાદી બાદ પેદા થઇ ગયેલી અને સરકારી રહેમ અને માનઅકરામ પર નભતી એક સ્યુડો સેક્યુલર જમાતે એક એવો ભ્રમ ફેલાવી રાખ્યો કે હિન્દુસ્તાનમાં હિંદુ તરફી, ખાસ કરીને ધાર્મિક વિવાદોને છંછેડવામાં દેશની એકતા અને અખંડીતતા પર ભયંકર ખતરો ઉભો થઇ જશે. બહુમત હિન્દુને પોતીકા મુદ્દાઓ, આસ્થા, શ્રદ્ધા અને અધિકારોથી વંચિત રાખવાનું એક વ્યવસ્થિત ષડ્યંત્ર ચાલ્યું. જેમ જેનસ નામના રોમન દેવતાને બે મોઢા હતા અને જે આગળ પાછળ બંને તરફ જોઈ શકતા હતા, એમ દોગલી, હિનવીર્ય, કપટી, દગાબાઝ, ધૂર્ત, ગદ્દાર જમાતે સત્તાની આંગળી પર ચોપડેલું અફીણ ચાટી ચાટીને અર્ધ બેભાન અવસ્થામાં પોતાના આકાઓ તરફી ઈતિહાસ વાંચ્યા રાખ્યો. કરોડો લોકોની આસ્થા પર ભયનું એવું જાળું ગુંથી નાખ્યું કે પ્રજા આરપાર ક્યારેય જોઈ ન શકી.

 

આપણે ત્યાં કોઈ ભવ્ય મંદિર બંધાય ત્યારે મંદિર પર આટલો મોટો ખર્ચ કરવા કરતા ગરીબોને મદદ કરવી જોઈએ, આ પૈસાનું દવાખાનું બનાવવું જોઈએ, પ્રજાના કલ્યાણ માટે આ પૈસા વાપરવા જોઈએ, અને છેલ્લે પબ્લિક ટોઇલેટ બનાવવા જોઈએ જેવી સલાહો આપનારો એક ચોક્કસ વર્ગ છે. જેની સાત પેઢીમાં કોઈએ ફદિયું દાનમાં નથી આપ્યું કે કોઈ સાખાવત નથી કરી એવા થર્ડ ક્લાસ માણસો મંદિરમાં દાન આપનારા શ્રેષ્ઠીઓને સલાહ આપવા કછોટા વાળીને કુદી પડે છે. તાજેતરમાં વડાપ્રધાને પોતાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ૧૨ જ્યોતિર્લીંગમાના એક એવા કાશી વિશ્વનાથ કોરીડોર દેશને અર્પણ કર્યો છે. આ પરિસરનું પુનઃ નિર્માણ અનેકો વર્ષ બાદ થઇ રહ્યું છે, કહેવાય છે કે આ મંદિરનું પુનઃ નિર્માણ ૧૭૩૫મા ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યું હતું, જેને ઔરંગઝેબે ધ્વસ્ત કરેલું. આ પ્રસંગે ખાસ નોંધવા જેવી વાત એ હતી કે વડાપ્રધાને મંદિરનું નિર્માણ કરનારા આશરે અઢીહજાર જેટલા શ્રમિકો સાથે બપોરનું ભોજન લીધું હતું અને શ્રમિકોનો આભાર માન્યો હતો. હિન્દુસ્તાનમાં તાજમહેલ બનાવ્યા બાદ શ્રમિકોના હાથ કપાવી નાખવાનો ઈતિહાસ પણ છે.

વિનાયક દામોદર સાવરકરે એક વખત શબ્દ પ્રયોગ કરેલો કે પહેરણની અંદર નહિ પણ કોટની ઉપર જનોઈ પહેરવી પડે એવા હિન્દુત્વના દિવસો. રાજાનો ધર્મ છે ધર્મની રક્ષા કરવાનો. જેમ માણસની અંગત આસ્થા હોય તેમ રાષ્ટ્રની પણ પોતાની આસ્થા હોય છે. એ આસ્થાને ત્યાં સુધી જ દબાવી શકાય છે, જ્યાં સુધી એ આસ્થા પાળનારી પ્રજામાં એક આક્રમક પેઢી પેદા નથી થતી. જયારે એ પેઢી પેદા થાય છે ત્યારે એ પોતાના છિન્ન ભિન્ન ઈતિહાસને સમેટીને યોગ્ય કાલખંડમાં પ્રસ્થાપિત કરી દે છે.

 

   લખનૌ ગેઝેટિયરમા એલેકઝાંડર કનિંગહામે  નોંધ્યું છે કે એ પોણા બે લાખ  રામભક્તો અયોધ્યામાં ભેગા થઇ ગયા હતા કે જેઓ છેલ્લી વારનું પોતાના મા બાપ, પત્ની, બાળકો, બહેનો અને ભાઈ ભાંડુંઓને મળીને કહીને આવ્યા કે તેઓ રામમંદિરના રક્ષણ કાજે મોતને વહાલું કરવા જઈ રહ્યા છે. આવતી પેઢીને કહેજો કે અમે મંદિરના રક્ષણ માટે હસતે મોંએ મોતને વ્હાલું કર્યું હતું. તેઓએ કેસરિયા કરીને મીર બાંકીની પિસ્તાલીસ લાખની સેનાનો ૭૦ દિવસ સુધી બહાદુરી પૂર્વક સામનો કર્યો.  દુર્ભાગ્યવશ એક પણ હિંદુ સૈનિક આ શૌર્યકથા કહેવા જીવતો ના રહ્યો. છેવટે મુઘલ તોપોએ આખાય મંદિર પરિસરનો વિનાશ કર્યો. મુખ્ય પૂજારીઓના માથાં ધડથી અલગ કરી દેવાયા. બારાબંકી ગેઝેટિયર મા હેમિલટને નોંધ્યું છે કે જલાલશાહે હિન્દુઓના લોહીથી લાહોરથી મંગાવેલા પથ્થરોને રંગીને તેમાંથી નવી મસ્જિદ નિર્માણ કરી.