(એ.આર.એલ),વારાણસી,તા.૧૪
દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થયા બાદ હવે રાજકીય ગતિવિધિ ચરમસીમાએ છે. દેશમાં હજુ ત્રણ તબક્કાની ચૂંટણી થવાની છે. દરમિયાન પીએમ મોદીએ આજે વારાણસીમાં ઉમેદવારી નોંધાવી છે.મોદીએ ઉમેદવારી નોંધાવ્યા બાદ એનડીએ ઘટકના મુખ્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગમાં ખાસ વાત એ હતી કે એક સમયે બિહારમાં સાથે ચૂંટણી લડી ચૂકેલા અને બાદમાં પારિવારિક વિવાદ બાદ અલગ થઈ ગયેલા ચિરાગ પાસવાન અને પશુપતિ કુમાર પારસ એકસાથે જાવા મળ્યા હતા.
વાસ્તવમાં, નોમિનેશન પછી પીએમ મોદી તેમના સહયોગીઓ સાથે મળ્યા હતા. પીએમ સાથે તમામ નેતાઓની મુલાકાતનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં રાષ્ટીય લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પશુપતિ કુમાર પારસ અને લોક જનશક્તિ પાર્ટીના રામવિલાશ અધ્યક્ષ ચિરાગ પાસવાન
પીએમ મોદીને એકસાથે મળ્યા હતા. બેઠક દરમિયાન બંને નેતાઓ એકબીજાની નજીક ઉભા જાવા મળ્યા હતા. જ્યારે પીએમ મોદીએ બંને નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તમને જણાવી દઈએ કે પીએમ મોદીને મળનારાઓમાં અન્ય ઘણી પાર્ટીઓના નેતાઓ પણ સામેલ હતા. તેમાં દક્ષિણ ભારતના રાજ્યોથી લઈને ઉત્તર ભારત સુધીના ઘણા મોટા પ્રાદેશિક પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથ, તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપીના રાષ્ટીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, મહારાષ્ટના સીએમ એકનાથ શિંદે, જેએસડીના રાષ્ટીય અધ્યક્ષ પવન કલ્યાણ, નિષાદ ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં પાર્ટીના પ્રમુખ સંજય નિષાદ, અપના દળ (એસ)ના પ્રમુખ અનુપ્રિયા પટેલ, રાષ્ટીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી, લોક જનશક્તિ પાર્ટી રામવિલાશના પ્રમુખ ચિરાગ પાસવાન અનેરાષ્ટીય લોક જનશક્ત પાર્ટીના પ્રમુખ પશુપતિ કુમાર પારસ સહિત ઉપસ્થત રહ્યા હતા.