લાઠી- બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ બાબરા તાલુકાના કરિયાણા અને માધુપુર ગામના કાળુભાર ડેમના કમાન્ડ એરિયામાં ૧૦૦ ટકા માઇક્રો ઈરીગેશન માટે પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે પાણી પુરવઠા અને રાજ્ય કક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલને રજૂઆત કરી હતી.ધારાસભ્ય જનકભાઈએ લખેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે, અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામે આવેલ કાળુભાર ડેમના કમાન્ડ એરિયામાં માધુપુર ગામ આવેલ છે કે જ્યાં માઇક્રો ઈરીગેશનના પાઇલોટ પ્રોજેક્ટ દ્વારા ૧૦૦ % માઇક્રો ઈરીગેશન થઇ શકે તેમ છે. ધી ગુજરાત રાજ્ય ઉદ્દવહન પિયત સહકારી સંઘ લિ. ગાંધીનગરને ૧૦૦ % માઇક્રો ઈરીગેશનની કામગીરીના પાઇલોટ પ્રોજેક્ટની મંજૂરી આપવાની વિચારણા થાય ત્યારે કાળુભાર ડેમના કમાન્ડ એરિયામાં આવેલ માધુપુર ગામમાં પાયલોટ પ્રોજેક્ટની મંજૂરી આપવા રજૂઆત કરી હતી.