નર્મદા જિલ્લાના ભૂછાડ ગામે મતદાનના દિવસે બે સગા ભાઈઓ અને ભત્રીજીઓ વચ્ચે ઝગડો થતા ગુસ્સામાં આવી એક ભાઈએ બીજા ભાઈને ધારિયું મારી ઘટના સ્થળે મોત નિપજાવ્યું હતું. જ્યારે તેની ભત્રીજીઓને પણ હાથ અને માથા ભાગે ધારિયું મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે આરોપીને ઝડપી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
નાંદોદ તાલુકાના ભૂછાડ ગામે ભવાની ફળિયામાં રહેતા રમેશ બારભાઈ વસાવા અને તેના નાના ભાઈ ગુર્જી બારભાઈ અને મોટાભાઈ વિઠ્ઠલની બે દીકરીઓ સાવિત્રી અને શિલ્પા સાથે ઝગડો થયો હતો. કાળી વિદ્યા કરતા હોવાનો વહેમ રમેશ બારભાઈ વસાવા રાખતો હોવાને લઇને ઝગડો થયો હતો. જેમાં ઘરમાંથી ધારિયું લઈને રમેશ બારભાઈ વસાવાએ દુકાને ચા ખંડ લઈને આવતા ગુર્જી વસાવાને ગરદનના ભાગે ધારિયું માર્યું હતું. જેના પગલે ઘટના સ્થળે જ ગુર્જી વસાવાનું મોત નીપજ્યું હતું. જ્યારે સાવિત્રીબેનને માથાના ભાગે અને શિલ્પાબેન ને હાથના ભાગે ધારિયું મારતા બંને બહેનો ને ગંભીર ઈજાઓ પહોંચી તેને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે.
લઈ જવામાં આવ્યા હતા.
પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જાકે આ આરોપીએ અગાઉ ૨૦૦૫માં પણ પોતાના મોટા ભાઈને મારી નાખી જેલમાં ગયો હતો. પરંતુ પોતાની માતાએ દીકરા સાથે આઠ મહિનામાં સમાધાન કરી જેલમાંથી મુક્ત કરાવ્યો હતો. ત્યારે હવે આ બીજા પોતાના ભાઈની હત્યા કરી છે. જાકે હવે આ ગુનામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી હાલ તો જેલ ભેગો કરી દીધો છે.









































