કેરલમાં ચોમાસુ ૨૦મે બાદ કોઈ પણ સમયે આવી શકે છે. જે આ વખતે સમય કરતા લગભગ ૧૦ દિવસ વહેલુ આવશે. કેરલમાં ચોમાસાનું આગમન મોટા ભાગે ૧ જૂનની આસપાસ થાય છે. આઈએમડીએ એ આશયથી સંકેત પુણે સ્થિત આઈઆઈટીએમમાં વિકસિત મલ્ટી મોડલ એકસટેંડેડ રેંજ પ્રેડિક્શન સિસ્ટ્‌મનો ઉપયોગ કરીને પોતાના નવીનતમ એક્સટેંડેડ રેંજ ફોરકાસ્ટ દ્વારા આપ્યા છે.
આઇઆઇટીએમના એક નિષ્ણાંતનો હવાલો આપતા એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ૧મેથી ૫ જૂન માટે ૪ અઠવા઼ડીયાની વિસ્તારિત મર્યાદાનું પૂર્વાનુમાન અનુસાર, કેરલમાં ચોમાસાની શરૂઆત ૨૦ મે બાદ કોઈ પણ સમયે થઈ શકે છે. ૨૮ એપ્રિલે જોહેર કરવામા આવેલા ગત ઈઆરએફમાં પણ ૧૯-૨૫ મેનો સમય બતાવામા આવ્યો છે. જો ઈઆરએફ આગામી અઠવાડીયે પણ ૨૦ મે બાદ કેરલમાં આવી રીતની સ્થિતિ દેખાશે, તો નિશ્ચિતપણે કહી શકાય કે, આ તટીય રાજ્યમાં ચોમાસાનું શરૂઆત સમયથી પહેલા થઈ જશે.
ભારતીય હવામાન વિભાગના નવીનતમ ઈઆરએફ મે ૫-૧૧ ( પ્રથમ અઠવાડીયું), ૧૨મેથી ૧૮ (બીજૂ અઠવાડીયું), ૧૯મેથી ૨૫ (ત્રીજૂ અઠવાડીયું) અને ૨૬ જૂનથી ૧ (ચોથુ અઠવાડીયું) માટે છે. આઇઆઇટીએમના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, હાલ માટે કેરલમાં ચોમાસુ જલ્દી શરૂ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. પૂર્વી મધ્ય બંગાળની ખાડી ઉપર એક ચક્રવાતી તોફાન બની રહ્યું છે. તેને અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર ચોમાસાના પ્રવાહને મજબૂત કરવામાં મદદ મળવાની સંભાવના છે. નવીનતમ ઈઆરએફના અનુસાર, આ વેદર સિસ્ટમના ત્રીજો અઠવાડીયાની આસપાસ ચોમાસાના પ્રવાહમાં અડચણ થવાની સંભાવના છે. કારણ કે, ત્યાં સુધી પોતાના પ્રભાવને ખોઈ ચુક્યું હશે.