અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને ટ્રેનમાં મુસાફરી કરતા બીજા રાજ્યના પેસેન્જરના કિંમતી માલ-સામાન ભરેલા પર્સ તથા મોબાઇલ સહિતના મુદ્દામાલની ચોરીઓના બનાવો વધી રહ્યા છ, મુંબઇ ખાતે રહેતો યુવક પરિવાર સાથે ભુજથી મુંબઇ ટ્રેનમાં જતો હતો, આ સમયે મધરાતે મહિલાના માથા નીચે મુકેલા રૃ.૬.૩૦ લાખના લેડીઝ પર્સની ચોરી થઇ હતી. આ બનાવ અંગે કાલુપુર રેલ્વે પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે મુંબઇ ઇસ્ટ ઘાટકોપર પંચનગર પાસે સનમની સોસાયટીમાં રહેતા જીનીયેશ સતીષભાઇ ભાલોરા (ઉ.વ.૨૯) કાલુપુર રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઘાવી છે કે તેઓ તા. ૮ના રોજ પરિવાર સાથે ભુજથી ટ્રેનમાં બેસીને મુંબઇ જઇ રહ્યા હતા તા.૯ના રોજ મધરાતે ટ્રેન અમદાવાદ કાલુપુર સ્ટેશને આવી પહોચી હતી અને રૃ. ૧૫,૦૦૦ રોકડા તથા સોના ચાંદીના દાગીના સહિત કુલ રૃ. ૬.૩૦ના મુદ્દામાલ ભરેલું પર્સ ફરિયાદીની બહેનના માથા નીચે મૂકેલુ હતું. મધરાતે જાગીને જાયું તો પર્સ ગાયબ હતું. જેથી ફરિયાદીએ રેલવે કન્ટ્રોલમાં ફોન કરીને પોલીસને જાણ કરી હતી. તપાસ કરવા છતાં પર્સ મળ્યું ન હોવાથી આખરે પોલીસે ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગત તા. ૧ના રોજ દિલ્હીમાં મુખર્જી નગર પાસે રહેતા શ્વેતાસત્યમ વર્મા સગી માસીના દિકરાના લગ્ન હોવાથી પરિવારજનો સાથે અમદાવાદ આવ્યા હતા, લગ્ન પ્રસંગ પૂર્ણ થતાં રાજધાની એક્સપ્રસમાં દિલ્હી જવાનું હતું. જેથી ગઇકાલે તા.૩૦ના રોજ સાંજે ૪.૩૦ વાગે કાલુપુર રેલવે સ્ટેશને આવ્યા હતા. જે વાહનમાં આવ્યા હતા તે ત્રણ વાહન કાલુપુર રેલવે સ્ટે શનની અંદર ટિકીટ સેન્ટર પાસે ઉભા રાખ્યા હતા. મહિલા સામાન જાવા માટે બસ પાસે ગયા હતા, બીજીતરફ બસની બાજુમાં પેસેન્જરનો ભારે ભીડ હતી, તેમાંથી કોઇક અજાણી વ્યકિત મહિલાની ટ્રોલી બેગ લઇને જતી રહી હતી બેગમાં રૃ.૫૦ હજારની કિંમતની સાડીઓ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૃ. ૫,૫૩,૦૦૦નો મુદ્દામાલ હતો.