ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે લાખોની સંખ્યામાં ભક્તોએ રાજોધિરાજના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી છે. ડાકોરમાં આજે દ્વારકેશ (કાળિયા ઠાકોર)ને દ્વારિકા નગરીથી ડાકોર પધારે ૮૬૬ વર્ષના વહાણા વીતી ચૂક્યા છે. આ દિવસનું ડાકોરમાં આગવું મહત્વ હોય છે. દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોએ રાજોધિરાજના ચરણે શીશ નમાવ્યું હતું.
વિક્રમ સંવત ૨૦૭૮ની પહેલી પૂનમ જેને દેવદિવાળી તરીકે મનાવાય છે. કાર્તિકી સુદ પૂનમ એટલે દેવદિવાળી. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજોધિરાજની વહેલી સવારે ૪ઃ૩૦થી નિત્યક્રમ પ્રમાણે મંગળા આરતી બાદ કપૂર આરતી કરી તિલક ચાંલ્લો કરી સવા લાખ રૂપિયાનો રત્ન જડિત મુગટ ધારણ કરાયો છે. જેને આજથી વર્ષો પહેલાં એક ભક્ત દ્વારા ભેટ ધરવામાં આવ્યો હતો. આ મુગટની આજના સમયમાં કિંમત અંદાજવામાં આવે તો કરોડો રૂપિયાની આંકી શકાય એમ છે.
કૃષ્ણ ભગવાનના ભક્ત બોડાણા રાતોરાત દ્વારકાથી કૃષ્ણ ભગવાનને ગાડામાં બેસાડીને દ્રારિકાથી ડાકોર લાવ્યા હતા. તે ભક્ત દ્વારા ડાકોરના ઠાકોરને આજે ૮૬૬ વર્ષના વહાણા વિતી ૮૬૭ના વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ પૂનમમાં ચૌદશથી ભાવિક ભકતો તુલસીના ક્યારા અને મોટી ૫૨ ગજની ધજોઓ તેમજ નાની ધજોઓ સાથે પાગપાળા આવતા હોય છે. ગુજરાતના ખુણે ખૂણેથી ભક્તો રાજોધિરાજના દર્શન કરવા આ દિવસે આવે છે અને ભગવાનના અલૌકિક દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે.
મળતી માહિતી પ્રમાણે આ વર્ષે મંદિરમાં ૫૨ ગજની ૬૦થી વધુ ધજોઓ અને નાની ધજોઓ ૩૨૦થી વધુ આવી છે. ઉપરાંત લાડુનો પ્રસાદ લગભગ દોઢ લાખ જેટલો વહેંચાયો હોવાનું જોણવા મળે છે. આમ આજે કારતક સુદ પૂનમને દેવદિવાળી નિમિત્તે ડાકોર નગર જય રણછોડના નાદ સાથે ગૂંજી ઊઠ્‌યું હતું. મંદિરને આજે પૂર્ણ રીતે રોશનીથી ઝગમગાટ કરવા સાથે દીપમાળને ચોખ્ખા ઘીથી બનાવેલ દીવાઓથી સજોવવામાં આવશે. આ અદ્ભુત નજોરો હોય છે. ભાવિક ભક્તો તેમજ ગામ લોકો આ દીવસે આ નઝારો નિહાળવા ઉમટી પડે છે.