ટી૨૦ વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી ફીકુ રહ્યું છે. પહેલા પાકિસ્તાન અને પછી ન્યૂઝીલેન્ડના હાથે હાર બાદ ટીમ પર વિશ્વ કપમાંથી બહાર આવવાનો ખતરો છે. આ વિશ્વ કપ બાદ ટીમ ઈન્ડિયાના ઘરમાં ન્યૂઝીલેન્ડના વિરૂદ્ધ ૩ ટી ૨૦ અને ટેસ્ટની સીરીઝ રમાવવાની છે આ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયામાં ફેરફાર જોવા મળી શકે છે. રોહિત શર્માને ટી૨૦ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાંથી છુટ્ટી થઈ શકે છે.
એક રિપોર્ટ અનુસાર ફિટનેસ અને ખરાબ પરફોર્મસ આપી રહેલા પંડ્યા અને ભુવનેશ્વરની નજીકના ભવિષ્યમાં ટીમમાંથી છુટ્ટી નક્કી છે. આ ખેલાડિઓની જગ્યા પર ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઓરેન્જ કેપ જીતનાર ઋતુરાજ ગાયકવાડ અને સૌથી વધુ વિકેટ લેનારમાં શામેલ આવેશ ખાનને તક મળી શકે છે.
ટી ૨૦ વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનનું કારણ હાર્દિક પંડ્યા પણ છે. તેમણે ન્યૂઝીલેન્ડના વિરૂદ્ધ મુકાબલામાં ૨ ઓવરની બોલિંગ કરી હતી. પરંતુ ક્યાંકને ક્યાંક ઈજોની અસર તેની સ્પીડ પર જોવા મળી હતી. પંડ્યાએ ૨ ઓવરમાં ૧૭ રન કર્યા હતા. તે બેટિંગમાં પણ કંઈ ખાસ ધમાલ ન હતી કરી શક્યો. બન્ને મેચોમાં પંડ્યાની બેટિંગથી ૩૪ રન આવ્યા.
આઈપીએલ ૨૦૨૧માં પણ પંડ્યાનું પ્રદર્શન સારી ન હતું. તેણે લીગમાં પણ બોલિંગ ન હતી કરી. તેણે ૧૨ મેચમાં ફક્ત ૧૨૭ રન કર્યા હતા. ગયા ૧૨ મહિનામાં પંડ્યાએ ૯ વન ડેમાં ૩૨૯ રન બનાવવાની સાથે ૫૬ની સરેરાશથી ફક્ત ૩ વિકેટ લીધી હતી. જે તેની રમતનો કમજોર ભાગ છે. આજ સમયગાળામાં તેણે ૧૧ ટી ૨૦માં ૨૬ની શરેરાશથી ૨૦૮ રન બનાવ્યા હતા. તેની બોલિંગ
અંદાજે ૩૮ની રહી હતી.
હાર્દિકની જેમ જ ભુવનેશ્વર પણ છેલ્લા ૧ વર્ષથી ફોર્મ અને ફિટનેસની સમસ્યાથી પરેશાન છે. પાકિસ્તાન વિરૂદ્ધ ટી૨૦ વિશ્વ કપમાં થયેલા મુકાબલામાં ભુવનેશ્વર નવી બોલિંગથી કંઈ ખાસ કમાલ ન હતા કરી શક્યા. તેમણે પહેલી જ ઓવરમાં ૧૦ રન આપ્યા હતા. તેમણે મેચમાં ૩ ઓવરમાં ૨૫ રન આપ્યા હતા. પરંતુ હજુ પણ વિકેટ હાસિલ ન હતા કરી શક્યા.