કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે આજે સાવરકુંડલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્વારા આયોજિત મશાલ રેલીમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મશાલ રેલી સાથે શહેરના વિવિધ માર્ગો પર ફરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે જ શહીદોની યાદમાં વિજય દીપ પણ પ્રગટાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સાવરકુંડલાના લોકોએ શહીદોના બલિદાનને યાદ કરીને દેશભક્તિની ભાવના જાગૃત કરી હતી.
રેલીમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા