વર્તમાન સમયમાં દેશ યુધ્ધ જેવી સ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આંતકવાદ ખત્મ કરવાનો નિર્ધાર અને દેશના સુરક્ષા જવાનોની મા ભોમ માટે લડવાની તાકતથી આપણે સૌ સુરક્ષીત છીએ. એક તરફ દેશનો જવાન લડી રહ્યો છે. બીજી તરફ રાજયમાં કમૌસમી વરસાદ ‘‘માવઠા’’થી રાજયનો ધરતીપુત્ર નુકસાનીનો માર સહન કરી રહ્યો છે. આ પરિસ્થિતીઓ વચ્ચે પણ કાળા માથાનાં માનવીની સેવાની સુવાસ હંમેશા જાવા મળતી હોય છે. જુનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાના ટીંટોડી ગામના પપ વર્ષીય ભરતભાઈ ભીમાભાઈ નસીત અને તેમના ધર્મપત્ની નિતાબેન ભરતભાઈ નસીત સાવ સામાન્ય પરિવાર છે. વળી ભરતભાઈ કહે છે કે, સફેદ એટલુ દુધ નહિ અને પિળુ એટલુ સોનું નહિ કૃષિ વિજ્ઞાનક્ષેત્રે આધુનિકરણ અને હરીયાણી ક્રાંતિના પરિણામો દ્વારા આપણા દેશમાં હાઈબ્રિડજાતો, શંકરજાતો તેમજ અત્યારની જી.એમ. જાતોના વાવેતરથી ઉત્પાદનો વધ્યા છે. પણ મૂળ સ્વાદ, સુંગંધ અને ન્યુટ્રીશ્યન વેલ્યુ ધરાવતી દેશી જાતો લુપ્ત થઈ રહી છે. હાઈબ્રિડ જાતો ઉત્પાદન આપી શકે રંગ-રૂપે રૂપાળી હોય પણ સ્વાદ અને ન્યુટ્રીશ્યન ન હોય.
દેશી પરંપરાગત જાતો ઝડપથી લુપ્ત થતી જાય છે. ત્યારે દેશી જાતોનું મહત્વ તેની આગવી ઓળખ અને વિશેષતાઓ ઘણી બધી હોય છે. ભરતભાઈ દેશમાં ખેતી અને ગ્રામીણ ક્ષેત્રે કામ કરતી સૃષ્ટી સંસ્થાનાં માધ્યમથી એકગામથી બીજાગામ અનેક પદયાત્રામાં જાડાયેલા છે. તેમજ દેશના ર૬ રાજયોનો કૃષિક્ષેત્ર માટે પ્રવાસ પણ કર્યો છે. મે હસતા-હસતા ભરતભાઈ કહ્યુ તમે એલ.એલ.બી. નો અભ્યાસ કર્યો છે. આજે ખેતીમાં સરકારી બાબુઓથી લઈને ખેડૂતોના સંતાનોને રસ રહ્યો નથી. આજે નકલી અને ભેળસેળની દુનિયા શોખીન બનતી જાય છે. તો તમે શું કામ આ મહેનત કરો છો. ત્યારે હસીને જવાબ આપ્યો. ઈશ્વરના દરબારમાં આપણે ઉભા હોઈએ તો માથુ શરમથી ઝુકવુ ના જાઈએ. કંઈક સારૂ કરવુ છે. ખરાબ કરીશુ તો આપણે તો ભોગવવું પડશે પણ આપણી પેઢીઓને પણ ભોગવવું પડશે.
ભરતભાઈ પાસે શાકભાજીનાં ટમેટી, રીંગણા, તુરીયા, વાલ, ચોળી, ગલકા, તુરીયા, ભીંડા, દુધી જેવી ૧૦૦ જેટલી દેશી વેરાયટીઓનાં બિયારણો છે. ઉપરાંત આયુર્વેદિક અષૌધિઓ અને ખેડૂતોના ખેતરના શેઢે – પાળે ભૂતકાળમાં ઉગતી અનેક વનસ્પતિઓ જે હાલ જંતુનાશક દવાઓ અને શેઢા-પાળા સળગાવવાની ખેડૂતોની દાનતથી નાશ પામી તેવી અનેક વેરાયટી ભરતભાઈ પાસે છે. આજે હાઈબ્રિડ બિયારણો માણસ જેવા છે. રંગ-રૂપ નિખારવા ગમે છે. પણ એ આર્ટીફીશ્યલ હોય છે. તેમ હાઈબ્રિડ બિયારણો ઉત્પાદન અને રંગરૂપે સારા લાગે પણ સ્વાદ હોતો નથી. નવી પેઢીને ખાવા સાથે મતલબ છે. તેના સ્વાદ, સુંગંધ અને ન્યુટ્રીશ્યન વેલ્યુની માહિતી નથી. ભરતભાઈ આ દેશી બિયારણો વ્યાજબી ભાવથી લોકોને આપે છે. ભરતભાઈ નસીતનો સંપર્ક નં. ૯૪ર૬૪ ૪૩૩૪૧ છે.