ટીવીની જાણીતી એક્ટ્રેસ કામ્યા પંજાબી એક્ટિંગ ઉપરાંત પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. કામ્યાને પણ મોટાભાગની એક્ટ્રેસની જેમ સોશ્યલ મીડિયા પર સમય વિતાવવો પસંદ છે. એક્ટ્રેસે પુલમાં નહાતા ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી છે. તેનો બોલ્ડ અંદાજ ફેન્સને દીવાના બનાવી રહ્યો છે. કામ્યાએ ઇન્સ્ટાગ્રામ પર બિકીની પહેરીને ફોટોઝ શેર કર્યા છે. એક્ટ્રેસની બોલ્ડ અદાઓએ ઇન્ટરનેટ પર ખલબલી મચાવી દીધી છે. તેના ફોટોઝ પર અત્યારસુધીમાં ૩૦ હજારથી વધુ લાઈક મળી ચૂકી છે. કામ્યાએ ઘાટા લીલા રંગની બિકીની સાથે કાળા ચશ્મા પહેર્યા છે. તે બહુ સુંદર લાગી રહી છે. ફેન્સ માટે તેના ફોટો પરથી નજર હટાવવું મુશ્કેલ બની ગયું છે. કામ્યા પંજાબીનો બેબાક અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. તે પહેલાં પણ પોતાની બોલ્ડ અને ખૂબસૂરત અદાઓથી લોકોને દીવાના બનાવી ચૂકી છે. કામ્યા સોશ્યલ મીડિયાના માધ્યમથી ફેન્સને પોતાની જિંદગીની ઝલક આપતી રહે છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના શો અને વર્તમાન મુદ્દા પર ચર્ચા કરતી રહે છે. કામ્યાને ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિ શલભ ડાંગ સાથેના ફોટોઝ શેર કરવાનું પસંદ છે. શલભ ડાંગ સાથે કામ્યાએ ગયા વર્ષે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, કામ્યાના પહેલા લગ્ન બંટી નેગી નામના બિઝનેસમેન સાથે થયા હતા, જેની સાથે તેનો સંબંધ દસ વર્ષ સુધી ચાલ્યો હતો. ૨૦૧૩માં તેઓ અલગ થઈ ગયા હતા. તેમને એક દીકરી પણ છે. કામ્યા પંજાબીને ટીવી શો શક્તિ- અસ્તિત્વ કે એહસાસ કીમાં પ્રીતોના રોલમાં ઘણી પસંદ કરવામાં આવી છે. આ શોની લોકપ્રિયતાને કારણે તે લાંબો સમય ચાલ્યો હતો. કામ્યાને ઇન્સ્ટા પર લાખો લોકો ફોલો કરે છે. તે ફેન્સ સાથે ઇન્ટરેક્શનનો કોઈ મોકો જવા નથી દેતી. ૪૨ વર્ષની આ અભિનેત્રી પોતાના અભિનય અને વ્યક્તિત્વથી લોકોનું દિલ જીતી લે છે. અઢળક સિરિયલો કરી ચૂકેલી કામ્યા ‘બિગ બોસ ૭ર્માં પણ જાવા મળી છે.