અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા રાજુલાના કોવાયા ગામ ખાતે કામકાજના સ્થળે મહિલાઓને થતી જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩ POSH Act – ૨૦૧૩ અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરિભાઈ બારૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સેમિનારમાં અલ્ટ્રાટેક કંપનીના ગુજરાત સિમેન્ટ વર્ક્સના મહિલા કર્મચારીઓને POSH Act- ૨૦૧૩ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શૈલેષભાઈ કણઝારિયાએ મહિલા અને બાળ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી. એડવોકેટ અરવિંદભાઈ ખુમાણે કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, સખી વન સ્ટોપ સેન્ટર અને મહિલા સહાયતા કેન્દ્ર વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત બહેનોને હેન્ડબેગ અને યોજનાકીય પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.










































