સાવરકુંડલાના કાનાતળાવ ગામે જુના કેડે નેરામાંથી જુગાર રમતાં ૬ શખ્સો ઝડપાયા હતા. જ્યારે બે ફરાર થઈ ગયા હતા. અનીલભાઇ બાલુભાઇ શિયાળ, નીષભાઇ નવીનભાઇ અધ્વર્યુ, હિતેષભાઇ સવજીભાઇ વાણીયા, નરેશભાઇ મનસુખભાઇ વૈરાગી, વિજયભાઇ શંભુભાઇ મકવાણા તથા લાલાભાઇ ભાભલુભાઇ મેવાડા કાનાતળાવ ગામના જુના કેડે નેરામાં જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા ૧૨,૨૩૦ સાથે ઝડપાયા હતા. જ્યારે મનીષ વાલકુભાઈ ધોળકીયા અને દિલીપભાઈ નામના ઈસમો ફરાર થઈ ગયા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય.એસ. વનરા વધુ તપાસ કરી રહ્યા છે.