છેલ્લા પાંચ વર્ષથી ઉત્તરપ્રદેશની કાયદા- અને વ્યવસ્થાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. કોમી તોફોનોની ઘટનામાં પણ અમુક અંશે ઘટાડો નોંધાયો છે. તે વચ્ચે ફરી એકવાર ઉત્તપ્રદેશના કાનપુરમાંથી શાંતિ ડહોળવાનારી ઘટના પ્રકાશમાં આવી છે. ફરી એકવાર કાનપુરમાં બે જુથો વચ્ચે પથ્થમારાની ઘટના બનતા સ્થિતિ વણસી છે જેમાં કાનપુરના પરેડ ચોક પાસે બે જુથો વચ્ચે હિંસક અથડામણ થઇ છે ઘટનાને પગલે પોલીસ ઉચ્ચઅધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થલે દોડી આવ્યા હતા અને સ્થિતિ કાબૂ મેળવાવા ટિયર ગેસના સેલ છોડી શાંતિ સ્થાપવાના પ્રયાસો હાથધર્યા છે.
ભાજપના પ્રવક્તા નુપુર શર્માએ મુસ્લિમ બિરાદરાના પયંબગર સાહેબ પર કરવામાં આવેલા નિવેદનને લઇ મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી જાવા મળી હતી અને ભાજપ પ્રવક્તા સામે રોષ ફાટી નીકળ્યો હતો જેના વિરોધમાં સવારથી મુસ્લિમ સમાજ લોકો દ્રારા દુકાન સજ્જડ બંધ રાખી ભાજપ પ્રવક્તા વિરુદ્ર વિરોધ પ્રદર્શન આયોજન કરાયુ હતુ પોલીસ સુરક્ષા વચ્ચે શુક્રવારની નમાજનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી યતિમખાના સ્થિત સદભાવના ચોકી પાસે બંને પક્ષો સામસામે આવી ગયા હતા. ભીડ એકઠી થતાં પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી હતી. જે બાદ સ્થિતિ તંગ બની હતી. લોકો સાંકડી શેરીઓમાં ઘૂસી ગયા અને પથ્થરમારો કરવા લાગ્યા.જાહર ફેન્સ એસોસિએશન અને અન્ય મુસ્લિમ સંગઠનોએ શુક્રવારે મુસ્લિમ સમુદાયને વ્યવસાય બંધ રાખવા અપીલ કરી હતી. તેની વ્યાપક અસર જાવા મળી હતી. સવારથી જ ચમનગંજ, બેગનગંજ, તલાક મહેલ, કર્નલગંજ, હીરામન પુરવા, દેલ પુરવા, મેસ્ટન રોડ, બાબુ પુરવા, રાવતપુર અને જાજમાઉમાં આંશિક અથવા સંપૂર્ણ બંધ જાવા મળ્યો હતો.
મોટાભાગની મસ્જિદોમાં શુક્રવારની નમાજ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે તેઓ મોહમ્મદ સાહેબ પર કરવામાં આવેલી કોઈપણ અયોગ્ય ટિપ્પણીને સહન કરશે નહીં. પોલીસે કોઈ પણ વિસ્તારમાં નમાજ બાદ લોકોને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી ન હતી.