વાયુ મંડળમાં વધી રહેલા પ્રદૂષણના કારણે લોકોના શરીરનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે. આ કારણે સીઓપીડી (ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડીસિઝ)ના દર્દીઓનો જીવ જોખમમાં મુકાયો છે. પ્રદૂષણના કારણે સીઓપીડી એટેકના લીધે ૨ દર્દીઓના મોત થયા છે.
આ સાથે જ એબીજી તપાસમાં થયેલા ખુલાસાઓ પ્રમાણે આ રોગીઓના શરીરમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી રહ્યું છે. હવા પ્રદૂષિત હોવાના કારણે પોસ્ટ કોવિડ દર્દીઓમાં જટિલતા વધી રહી છે. તેમને સેકન્ડરી સંક્રમણ થઈ રહ્યા છે.
શ્વાસની તકલીફ ધરાવતા લોકોને પણ પ્રદૂષણ ભારે પડી રહ્યું છે. કોવિડ લોકડાઉનમાં પ્રદૂષણ ઘટવાના કારણે આ દર્દીઓને રાહત રહી હતી પરંતુ હવે મુશ્કેલીઓ વધી ગઈ છે. નૌબસ્તા ખાતે સીઓપીડીના દર્દીનું મોત થયું છે. પરિવારજનોના કહેવા પ્રમાણે એબીજી રિપોર્ટમાં લોહીમાં કાર્બન ડાયોક્સાઈડનો વધારો નોંધાયો. જીએસવીએમ મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ ડા. એસકે કટિયાર અને સીનિયર ચેસ્ટ ફિજીશિયન ડો. રાજીવ કક્કડના કહેવા પ્રમાણે સીઓપીડી અને અસ્થમાના દર્દીઓને પ્રદૂષણના કારણે મુશ્કેલીઓ પડી રહી છે.
તે સિવાય પોસ્ટ કોવિડ દર્દીઓ જેમના ફેફસાં સામાન્ય સ્થિતિમાં આવી રહ્યા હતા તેમને પણ મુશ્કેલી પડી રહી છે. શ્વાસ ફુલાવા ઉપરાંત કેટલાક દર્દીઓમાં ન્યૂમોનિયાની સમસ્યા જોવા મળી રહી છે. આ સ્થિતિમાં વૃદ્ધો, બાળકો તથા સીઓપીડી અને અસ્થમાના દર્દીઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.