દીલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર અવેશ ખાનને બીસીસીઆઇ  રવિયા દ્વારા નેટ બોલર તરીકે ભારતની ટી ૨૦ વર્લ્‌ડ કપની ટીમમાં સામેલ થવા માટે આઈપીએલ બાદ યુએઈમાં જ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
કાશ્મીરી બોલર ઉમરાન મલિક પછી ૨૪ વર્ષીય આવેશ બીજા ફાસ્ટ બોલર છે, જેને ટીમમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે અને જા બીસીસીઆઈના સૂત્રોનું માનીએ તો, આ ફાસ્ટ બોલર સ્ટેન્ડબાય યાદીમાં સ્થાન મેળવી શકે છે.
ભારત ૨૪ ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની મેચ રમાવાનું છે. પસંદગી સમિતિના નજીકના બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પસંદગીકારોએ અવેશને પણ સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં તે નેટ બોલર જ રહેશે પરંતુ જા ટીમ મેનેજમેન્ટને લાગે તો તેને અપગ્રેડ કરી શકાય છે.
અવેશ એકસપ્રેસ ઝડપે બોલિંગ કરે છે અને આઈપીએલનાં એડિશનમાં તેણે કેપિટલ્સ માટે ૨૩ વિકેટ લીધી છે, જેના કારણએ કહી શકાય કે ડીસી હજી પણ ગેમમાં છે. તે વિકેટ લેનારાઓની યાદીમાં બીજા સ્થાને છે અને હર્ષલ પટેલ ૩૨ વિકેટ્‌સ સાથે સૌથી આગળ છે. સૂત્રએ જણાવ્યું હતું કે, “અવેશ ૧૪૨ થી ૧૪૫ કિમીની સરેરાશ ઝડપે બોલિંગ કરે છે, બાઉન્સ મેળવે છે અને કેટલાક સમયથી સપોર્ટ સ્ટાફના રડાર પર જ છે.”