રાજુલાના કાતર ગામે પિતાએ તેના પુત્રને ખુંટો ખોડવા મુદ્દે ઠપકો આપ્યો હતો જેને લઈ ઘરેથી જતો રહ્યો હતો. આ અંગે કાતર ગામે રહેતા વનરાજભાઈ બોરીચાએ જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ કનુભાઈ બોરીચા (ઉ.વ.૨૩)ને પિતાએ ઘરે ખુંટા ખોડવા મુદ્દે ઠપકો આપ્યો હતો. જેને લઈ સારું ન લાગતાં માલઢોર ચરાવવા ગયો ત્યાંથી કોઈને કહ્યા વગર ક્યાંક જતો રહ્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ડી.ડી.મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.