અજય દેવગણે વેબ સીરીઝ રુદ્ર દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. હવે તેની પત્ની કાજોલ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહી છે. જોકે ગયા વરસે તેની એક ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ ચુકી છે, પરંતુ હવે તે વેબ સીરીઝમાં કામ કરીને નવી પાળીની શરૂઆત કરી રહી છે.
સોશ્યલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, કાજોલે ધ ફેમિલી મેન ટુથી જોણીતી થયેલી સુપર્ણ વર્માના એક પ્રોજેકટમાં કામ કરવાની સહમિત આપી દીધી છે. રિપોર્ટનો દાવો છે કે, તેણે આ પ્રોજેક્ટ સાઇન કર્યો છે. આ વેબ સીરીઝમાં એક મજબૂત મનોબળ ધરાવતી મહિલાના પાત્ર માટે નિર્માતા-દિગ્દર્શકને કાજોલ જ યોગ્ય લાગી હતી. અભિનેત્રીને પણ આ પાત્ર પસંદ પડયું હોવાથી તે કામ કરવા રાજી થઇ ગઇ છે. જોકે આની સત્તાવાર ઘોષણા હજી થવાની બાકી છે.
એક સૂત્રે વેબ સીરીઝ વિશે જણાવ્યુ હતુ કે, કાજોલ આ વેબ સીરીઝમાં એક આધુનિક માતાની ભૂમિકામાં જોવા મળવાની છે. આ સીરીઝની વાર્તામાં મનોરંજનને લગતા ક્રાઇમ, પોલિટિક્સ અને ફેમિલીના દરેક તત્વો સાંકળવામાં આવ્યા છે.