દામનગરના કાચરડી ગામે રહેતા યુવકને “શું કહે છે” તેમ કહી તેની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. બનાવ અંગે અલ્પેશભાઈ રમેશભાઈ ડાભી (ઉ.વ.૩૩)એ જનકભાઈ વઢેળ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ વાડીએથી મજૂરીકામ કરી ઘરે જતા હતા તે દરમિયાન રસ્તામાં બે વ્યક્તિ વિપુલભાઈ વાઢેળ તથા જનકભાઈ વાઢેળ પોતાની ગાડી લઈ ઉભા હતા. તેથી તેમણે મોટર સાયકલ ઉભું રાખી વિપુલભાઈને પૂછ્યું કે તારે આવવું છે તેથી તેની સાથે રહેલા જનકે તેમને શું કહે છે તેમ કહી બોલાચાલી કરી હતી. ઉપરાંત ગાળો આપી ધક્કો માર્યો હતો અને પેટના ભાગે ઇજા કરી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.ડી. સીંધલ વધુ તપાસ કરી રહ્યા છે.