જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે રિસામણે આવેલી પરિણીતાને લઈ બે પક્ષોમાં માથાકૂટ થઈ હતી અને બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. કાળાભાઈ ટપુભાઈ સોંલકીએ રાજુલાના કડિયાળી ગામે રહેતા સોમાભાઈ નાથાભાઈ, અલ્પેશભાઈ સોમાભાઈ, જીતેન્દ્રભાઈ સોમાભાઈ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બહેન તેમના ઘરે રોકાવા આવી હતી. જે બાબતનું આરોપીઓને સારું નહોતું લાગ્યું અને લોખંડના પાઇપ વડે તેમની તથા તેમના પુત્ર પર હુમલો કર્યો હતો. અને ગાળો બોલી જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ કડિયાળી ગામે રહેતા અલ્પેશભાઈ સોમાભાઈ ગુજરીયા (ઉ.વ.૧૯)એ કાગવદર ગામે રહેતા કાળાભાઈ ટપુભાઈ સોલંકી, મુનાભાઈ કાળાભાઈ સોલંકી તથા છગનભાઈ કાળાભાઈ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની બહેન રિસામણે હતી. કાળાભાઈ તેમના મામા થતા હતા અને તેમણે તેની બહેને તેમના ઘરે બોલાવી સાસરે મોકલી દીધી હતી. જે બાદ તેમને ઠપકો આપવા જતાં સારું નહોતું લાગ્યું અને લોખંડના પાઇપથી તેમના પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજા થઈ હતી.