બોલિવૂડ એક્ટર સોહેલ ખાન અને તેની પત્ની સીમા સચદેવ મુંબઈની ફેમિલી કોર્ટમાં હાજર રહ્યા અને છૂટાછેડાની અરજી દાખલ કરી છે. સોહેલ ખાન અને સીમા સચદેવ છૂટાછેડા લઈ રહ્યા છે તે જોણીને ફેન્સ ચોંકી ગયા છે. હજુ સુધી એવું જોણવા નથી મળ્યું કે સોહેલ ખાન અને સીમા સચદેવ કેમ છૂટાછેડા લઈ રહ્યા છે. પરંતુ, તેઓ છેલ્લાં ઘણાં સમયથી અલગ રહેતા હોવાનું જોણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ, એક્ટર ચંકી પાંડેની સગાઈમાં સૌપ્રથમ સોહેલ ખાન અને સીમા સચદેવ વચ્ચે મુલાકાત થઈ હતી.
ત્યારબાદ તેમણે એકબીજોને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. સીમા સચદેવ દિલ્હીની છે અને તે મુંબઈ ફેશન ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે આવી હતી. તે આજે પણ જોણીતી ફેશન ડિઝાઈનર અને સ્ટાઈલિસ્ટ છે. બોલિવૂડ એક્ટર સોહેલ ખાન અને સીમા સચદેવે તારીખ ૧૫ માર્ચ, ૧૯૯૮ના દિવસે લગ્ન કર્યા હતા. તેઓના બે બાળકો નિર્વાણ અને યોહાન છે. સોહેલ ખાનનો દીકરો નિર્વાણ દેખાવમાં બિલકુલ પોતાના પિતા જેવો દેખાય છે. નિર્વાણનો જન્મ સોહેલ અને સીમાના લગ્નના ૨ વર્ષ પછી ૧૫ ડિસેમ્બર, ૨૦૦૦ના રોજ મુંબઈમાં થયો. તેણે મુંબઈની સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને તેને ડાન્સ કરવો, ટ્રાવેલ કરવું તેમજ મ્યુઝિક સાંભળવું પસંદ છે. મીડિયા રિપોર્ટ મુજબ, ‘ટાઈગર ૩’ ફિલ્મમાં નિર્વાણ આસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરી રહ્યો છે. નિર્વાણ એક્ટર નહીં પણ ડિરેક્ટર બનવા ઈચ્છે છે. તે ફિલ્મોમાં ટેÂક્નકલની સાથે-સાથે સીન્સ સેટઅપથી લઈને ડિપાર્ટમેન્ટ સાથે કો-ઓર્ડિનેશન અને સમગ્ર સ્ટારકાસ્ટ સાથે કામ કરવાની રીતનો અનુભવ લેવા ઈચ્છે છે. જ્યારે સોહેલ અને સીમાના નાના દીકરા યોહાનનો જન્મ વર્ષ ૨૦૧૧માં સરોગેસીથી થયો. સરોગેસી દ્વારા સોહેલ અને સીમા બીજી વખત પેરેન્ટ્સ બન્યાં અને ખૂબ ખુશ હતા. ગત વર્ષે જ્યારે સીમા ખાન, કરણ જોહરની પાર્ટી બાદ કોરોના પોઝિટિવ થઈ હતી ત્યારે યોહાન પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન પણ એક્ટર-પ્રોડ્યુસર-ડિરેક્ટર છે. તેણે સલમાન ખાનને લઈને ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘હેલ્લો બ્રધર’, ‘જય હો’ જેવી ફિલ્મો બનાવી છે.