ભાજપ નેતા અપર્ણા યાદવે એકવાર ફરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કુબ પ્રશંસા કરી અને સપા પર ભારે પ્રહારો કર્યા હતાં અપર્ણાએ સપા નેતા આઝમ ખાનને એક સલાહ પણ આપી અને કાકા શિવપાલ યાદવને લઇને પણ નિવેદન આપ્યું છે.અપર્ણા અહીં સેકટર ૭૦માં એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતાં.
એ યાદ રહે કે યુપીમાં વિધાનસભાની ચુંટણી પહેલા ભાજપમાં સામેલ થયેલ અપર્ણા યાદવ સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની વહૂ છે.અપર્ણાએ અહીં ભાજપ સહિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી આ સાથે જ આઝમ ખાનની બાબતમાં તેમણે કહ્યું કે તેમણે પોતાની ઉપર લાગેલ કેસોની બાબતમાં વિચારવું જોઇએ હાલ રાજનીતિથી અંતર બનાવી લેવું જોઇએ આ સાથે જ અપર્ણાએ કાકા શિવપાલ યાદવના ભાજપમાં આવવાની બાબતમાં કહ્યું કે જો તે ભાજપમાં આવે તો તેમનું સ્વાગત છે.
અપર્ણાએ યુપીના ૨૦૨૨-૨૩ના બજેટની બાબતમાં કહ્યું કે તેમણે આ બજેટ હજુ પુરી રીતે વાંચ્યુ નથી આથી તે વધુ કાંઇ કહી શકે તેમ નથી આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી અને કહ્યું કે દેશ અને રાજયનું સુકાન સારા હાથોમાં છે ભાજપે હંમેશા રામ રાજયની વાત કરી છે અને રામ રાજય માટે કહેવામાં આવ્યું છે કે એક રાજો સાધુ હોવો જોઇએ આજે પ્રદેશનું સુકાન યોગી આદિત્યનાથના હાથમાં છે જે પ્રશંસા યોગ્ય છે તેમની પ્રશંસા કરવી કોઇ નવી વાત નથી પ્રદેશના વડા યોગી આદિત્યનાથ પ્રશંસાને કાબેલ છે.
જયારે અપર્ણાથી આઝમ ખાનની બાબતમાં પણ સવાલ પુછયો તો તેના પર તેમણે કહ્યું કે આઝમ ખાને હાલ રાજનીતિથી અંતર બનાવી લેવું જોઇએ અને તેમણે ખુદ પર લાગેલ કેસોની બાબતમાં વિચાર કરવો જોઇએ આ સાથે સપા પર તેમણે પ્રહારો કર્યા હતાં.અપર્ણાને જયારે પુછવામાં આવ્યું કે કાકા શિવપાલ યાદવ ભાજપમાં આવશે કે નહીં તેના પર તેમણે કહ્યું કે જો તે ભાજપમાં આવે તો તેમનું સ્વાગત છે તેના માટે તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓથી વાત કરવી જોઇએ