“કાકા, મારૂં કીધું માનો,” રામે મોહનને મનાવવાનો પ્રયત્ન કરતા કહ્યું: “જે કંઇ થઇ ગયું એમાં રૂપાનો શું વાંક છે ? વગર વાંકે એ બિચારી વાછરડીને આપણે ઇ ઘરે મોકલવી નથી. દુનિયા વાતું કરશે તો બે દિ’ વાતું કરશે પણ જિંદગી આખી તેને સોરાઇ સોરાઇને જીવવું પડશે. એની કરતા, જ્યાંથી સડ્યું છે ત્યાંથી જ કાપી નાખો તો એકસામટી ત્રણ ત્રણ જિંદગી આ ભવભવના ભારથી મુક્ત થઇ જશે. પહેલી તો તમારી અને મારા કાકીની જિંદગી અને બીજી રૂપા અને ત્રીજી તમારી ભત્રીજીની…” રામ શ્વાસ ખાવા થોભ્યો પછી મોહનની આંખોમાં આંખ પરોવીને કહ્યું: “અમારે ભલે બેય કુટુંબ વચ્ચે બોલવા-ચાલવાના વહેવાર ન રહે પણ એકવાર રૂપાની જિંદગી સામે જુઓ, હા, તમને અત્યારે તમારા ઘર ખોરડા અને નાતમાં પાંચમાં પૂછાય એવા ખોરડાની આબરૂ લૂંટાતી કે લીલામ થતી લાગે પણ રૂપાને જીવણ સાથે પરણાવ્યા પછી દીકરીનું મોઢું જાઇને ભવિષ્યે તમને પસ્તાવો થતો હશે તે દિ’ તમે કશું નહી કરી શકો. એની કરતા…” “ ના..! ઇ તો કોઇ કાળે નહીં બને રામ ! હવે જે થઇ ગયું એ થઇ ગયું હવે લોઢામાં લીટો અને પથ્થર ઉપર લકીર હવે હું વેશવાળ તોડુ ને તો અમારી નહીં પણ વિરમભાની આબરૂને બટ્ટો લાગી જાય. અને આમ જુઓ તો એવા નબળાં માણસોય ક્યાં છે ! તમારૂં જ કુટુંબ છે. એક મગની બે ફાડ્ય છે.”
“વાત એમ નથી કાકા…” રામે પ્રલંબ નિઃશ્વાસ નાખીને કહ્યું:“ વાત આટલી જ હોત તો તો ક્યાં વાંધો જ છે ? પણ રૂપા, રાઘવને પ્રીત કરે છે. એય પણ મારા કુટુંબની એક મગની બે ફાડ્ય છે અને ઇય પણ મારો ભાઇ જ છે. રૂપાનું મન ત્યાં છે અને એક બાપ તરીકે દીકરીને સુખી કરવી છે કે દુઃખી કરવી છે તમારે ? પછી મોડું થઇ જશે કાકા…”
“રામ! હવે આમાં કોઇ ફેરફારને અવકાશ નથી અને હવે મને વધારે શરમાવશો નહીં, વિરમભાના વંશજ છીએ. વેણ, વચન અને વાયદે જેની હાર્યે બંધાઇએ તેની સાથે દગો કરતા નથી આવડતો. જે છે એજ છે.” એમ કરતા એ ઊભા થયા: “બસ હવે તો લગનની તૈયારી” રામે નિઃશ્વાસ નાખ્યો ઃ હવે કોઇ કારી ફાવે એમ નથી. જ્યારે ઘર ખોરડાની આબરૂની વાત આવે છે ત્યારે દરેક હથિયાર હેઠા પડી જાય છે. એ વિચારતો હતો ત્યાં જ સોનલ અંદર આવી એણે પતિ સામે ઇશારો કર્યો. એ ઇશારાનો જવાબ ભરતે આપ્યો ઃ “બેન, હવે બાપુ નહીં માને હવે તો…” બોલતા બોલતા ભરતની આંખમાં આંસુ આવ્યા. મોહન તો ઓરડો છોડી ગયો હતો. સોનલે ભરતને માથે હાથ ફેરવ્યો અને પછી રામને ઉત્કટતાથી પૂછ્યું: “કાકા ન માન્યા ?” “એ નહીં માને ક્યારેય નહીં માને.” રામેય નિઃસાસો નાખીને બહાર નીકળી ગયો. પાછળ રહ્યા કેવળ ભાઇ- બહેન ભરત અને સોનલ ! ભરત, સોનલને બાથ ભરી રડી પડતા બોલ્યો: “રૂપલીનું
જીવતર ખરાબે ચડી ગયું બેન…” જવાબમાં સોનલની આંખો પણ ભરાઇ આવી.
——-
તુ શું લઇને આવ્યો છો, ફટફટિયું લઇને ને ?” રૂપાએ રાઘવને પૂછ્યું.
જવાબમાં રાઘવ ચમક્યો: ‘તને કેમ ખબર ?’
“મે તને નવેળીમાં ફટફટિયું ઊભું રાખતા જાયો હતો, એની પહેલા ફટફટિયાનો અવાજ પણ સાંભળ્યો હતો.”
“તો તો તું અહીં ક્યારનીય આવી ગઇ હોઇશ?” રાઘવે ચિંતિત સ્વરે પૂછયું કે, રૂપાએ તેની આંખોમાં આંખ નાખી કહ્યું ઃ “હું જ્યારની આવી હોઉ ત્યારની, મારી ચિંતા શું કામ કરે છો ? હું તો અહીં આવીને આ ખીજડા આડે સંતાઇ ગઇ હતી. તું આવ્યો પછી બહાર નીકળી. પણ હવે નીકળીશ તારી સંગાથે, તું એક કામ કર, મને મારા ગામની ઉગમણે આવેલી રામગર મહારાજની મઢી સુધી મૂકી જો. ત્યાંથી હું હાલી જઇશ.”
“અરે પણ ગામના પાદર સુધી જ મૂકી જાઉને ? તું કહેતી હો તો ઠેઠ ઘરે ય મૂકી જાઉ, અવર ક્યાં છું? તમારા બેનનો દે’ર છું”
“ના, મારે મઢી સુધી જ જવું છે. હું આવી ત્યારે દુધનો લોટો લેતી આવી હતી. વળતી જઉ ત્યારે લેતી જઉને ? અને ત્યાંથી તો એકલી જતી રહીશ. આ તો હવે કાયમનું છે. અને મારૂં તો કોઇ નામ લે એમ નથી.”
“પણ દૂધનો લોટો કોની માટે ?”
“ધરમગર મા’રાજ માટે.” રૂપા ખિલખિલ કરતી હસી પડી.
“મારે ટેક છે. રોજેરોજ એક લોટો મઢીએ દેવા જવાનું એટલે જવાનું જ. એ ધરમગર મારાજે મને કીધું છે કે તારા મનોરથ પુરા થશે.”
“અરે પણ એવા બાવાફાવાનો વિશ્વાસ ન કરાય. તું ય સાવ ગાંડી છો…તું એકલી આવી છો ?”
“એલા, આજની નહીં કે’દુની અને ધરમગર તો દલનો ચોખ્ખો માણસ છે. હુ તો રોજેરોજ વાતુંના તડાકાય એની સાથે મારૂં લે, બોલ. બીજુ કાંઇ ?”
એમ કહીને બોલી: ‘લે ઝટ હાલ્ય, મારા ગામની મઢી સુધી પહોંચાડ, પછી ત્યાંથી જતો રહેજે.”
રાઘવ, મઢી સુધી લઇ આવ્યો તો ખરો, પછી જતો પણ રહ્યો પણ થોડે’ક દૂર સુધી ગયા પછી તેનું મન માન્યું નહીં. તે વળતો પાછો વળ્યો ટેકરી હેઠે ઊભો રહ્યો. ઘણીય વેળા વીતી પણ રૂપા પગથિયા ઉતરીને હેઠે આવી નહીં હવે રાઘવને કીડિયું ચડવા માંડી ટેકરી તો ઘણી ઊંચી હતી. પણ આટલીવારમાં તો ગમે ઇ જણ જઇને પાછું ફરી જાય. પણ રૂપા ? એ રહી ન શક્યો અને પછી ડાંફો ભરતો એક સાથે બબ્બે પગથિયા ચડીને ઉપર ગયો પણ ત્યાં તો કોઇ જ નહોતું રૂપા કે નહોતો ધરમગર ! “અરે ? તેને હૈય ફાળ પડી, રૂપા ગઇ ક્યાં ? ટેકરાની ઉપર ખીજડા અને ચોમેર ગાંડા બાવળ ફેલાયેલા હતા. હજાર દોઢ બે હજારવારમાં પથરાયેલી ટેકરીની જમીન ઉપર અત્યારે લીલીછમ્મ હતી. આંબલી, પીપર, ખીજડા, પીપળા, આવળ જેવા ઝાડવા લીલાછમ્મ હતા. એમ પણ ગોઠણ સમાણું લાંપડું ઘાસ પણ ઊભું હતું. એણે આમથી તેમ ઝાંવા નાખ્યા પણ રૂપા ક્યાંય દેખાઇ નહીં.“રૂપા…” તેણે કેટલીયે વાર સાદ પાડયા પણ રૂપા ત્યાં હોય તો વળતો જવાબ આપે ને ?
રાઘવના રોમેરોમ કીડીઓ ચટકા ભરવા માંડી કે રૂપા ગઇ કયાં ? પાછોતરા કારતકનો સૂરજ હવે અસ્તાચળે ડૂબવા ઝડપભેર આથમણે સરકી રહ્યો હતો. તેણે મીટ માંડી ગામના ખોરડાના નળિયા આથમતા સૂરજના તેજમાં ચળકતા હતા. તેણે વિરમગઢ જતા રસ્તા ઉપર મીટ માંડી નેજું કરીને જાયું બે ચાર સ્ત્રઓના ઓઢણાં ડગડગતા દેખાયા એ હડી કાઢી નીચે ઉતર્યો ત્યાં જ નીચેથી પાછળ બાજુએથી ભગવા કપડામાં સજ્જ સંન્યાસી પગથિયા ચડતો દેખાયો.
“તમે?” રાઘવ ઊભો રહી ગયો: “ તમે, ધરમગર મહારાજ તો નહી કે ?”
“હા, હું જ ધરમગર…” ધરમગરે રાઘવ સામે મીટ માંડી અને પૂછયું: “તમે ? તમે કોણ ? ક્યાંથી આવો છો ? ઉપર હતા ? ”
“હા, હું ધૂણાના દર્શન કરવા ગયો હતો.” એટલું બોલીને રાઘવ એક સાથે બબ્બે પગથિયા નીચે કૂદી ગયો પણ ધરમગરનું શરીર સૌષ્ઠવ તેની નજરમાં ધરબાઇ ગયું હતું એ નીચે ઉતરીને ટેકરીના પગથિયા ચડતા ધરમગરને તાકી જ રહ્યો. ઢાલવા પહોળી છાતી, જટાજૂટ દાઢી, જટા, ગળામાં રૂદ્રાક્ષની માળા તેજસ્વી આંખો, કપાળ ઉપર તાણેલું ત્રિપુંડ… કાંડે રૂદ્રાક્ષના કાંડિયા અને ગમે તેને સંમોહિત કરી દે તેવી આંખો !!
તો રૂપા આને રોજ દૂધનો લોટો આપવા જાય છે. પણ રૂપા, અત્યારે ગઇ ક્યાં ? ઓહ…પેલી રસ્તા ઉપર જતી બે ત્રણ સ્ત્રઓમાં તો રૂપા નહીં હોય ને ?
એ ફટફટિયું લઇને વિરમગઢના રસ્તે પડ્યો, કે ત્યાંજ પાછળની દ્રશ્યથી આડેધડ ટેકરી ઉતરીને રસ્તે ચાલતી રૂપા તેને ભટકાઇ ગઇ. “લે, તમે હજી અહીં જ છો ?” રૂપા લટકું કરીને હસી પડી. “ તું’ય ખરી છો, મને બીવડાવી દીધો. હું તો ઉપર ગયો હતો તને જાવા, પણ તું તો ત્યાં જ
મળી.”
“ઇ મળે ઇ બીજા…સમજ્યા ? આ રૂપા નહીં.” રૂપા હસી પડી અને પછી ખુલાસા કરતા બોલી “ધરમગર મારાજ તો ઉપર નહોતા પછી હું ઉપર ચડીને પાછળથી ઉતરી ગઇ…”
“અરે..પણ ધરમગર મારાજ તો તું જે બાજુથી નીચે ઉતરી ત્યાંથી જ તો આવ્યા… મેં જાયા ને ? ” રાઘવ એકધારી નજરથી રૂપાને તાકી રહ્યો. તો રૂપાએ જવાબમાં કહ્યું: “પણ મને તો મળ્યા નહીં. પછી કહે ઃ “હા, પાછળ આંકડાના ફૂલ લેવા ગયા હશે અને કાંતો કીડિયારૂં પૂરવા ગયા હશે.” “ઠીક છે. રાઘવે આત્મ સમાધાન સાધ્યું.
—–
સાંજ પડી. રૂપા આશાભરી નજરે ખડકી ભણી તાકી રહી હતી. તેને હતું, કે હમણાં જ બા-બાપુ આવશે. આવીને બા તરત જ બાથમાં લઇને કહેશે કે, “છુટ્ટું કરીને જ આવ્યા છીએ. બેટા! જીવતર આખાનો બોજ છાતી ઉપરથી હટી ગયો. રૂપા, જિંદગી આખી પીડાવા કરતા, એક વખતનું દુઃખ સારૂં. ખોરડાની આબરૂને સાટે મારે મારી દીકરીને જીવતરના ભડભડતા નિંભાડામાં નહોતી નાખવી…”
પણ એને બદલે..ખડકી ખૂલી ! એ ખડકીમાં ધડકતા હૈય તાકી રહી. માના ધીમા પગલાં ખડકીમાંથી પ્રવેશ્યા. મા – દીકરીની આંખો ચાર થઇ અને વસંતે દોડીને રૂપાને બાથમાં લઇ લીધી અને પછી પોક મૂકીને રોઇ પડી..રૂપા માની પીડા સમજી ગઇ. હારોહાર એ પણ નાના બાળકની જેમ રોતી રોતી માને બાથ ભરી ગઇ (ક્રમશઃ) “કાકા, મારૂં કીધું માનો,” રામે મોહનને મનાવવાનો પ્રયત્ન કરતા કહ્યું: “જે કંઇ થઇ ગયું એમાં રૂપાનો શું વાંક છે ? વગર વાંકે એ બિચારી વાછરડીને આપણે ઇ ઘરે મોકલવી નથી. દુનિયા વાતું કરશે તો બે દિ’ વાતું કરશે પણ જિંદગી આખી તેને સોરાઇ સોરાઇને જીવવું પડશે. એની કરતા, જ્યાંથી સડ્યું છે ત્યાંથી જ કાપી નાખો તો એકસામટી ત્રણ ત્રણ જિંદગી આ ભવભવના ભારથી મુક્ત થઇ જશે. પહેલી તો તમારી અને મારા કાકીની જિંદગી અને બીજી રૂપા અને ત્રીજી તમારી ભત્રીજીની…” રામ શ્વાસ ખાવા થોભ્યો પછી મોહનની આંખોમાં આંખ પરોવીને કહ્યું ઃ “અમારે ભલે બેય કુટુંબ વચ્ચે બોલવા-ચાલવાના વહેવાર ન રહે પણ એકવાર રૂપાની જિંદગી સામે જુઓ, હા, તમને અત્યારે તમારા ઘર ખોરડા અને નાતમાં પાંચમાં પૂછાય એવા ખોરડાની આબરૂ લૂંટાતી કે લીલામ થતી લાગે પણ રૂપાને જીવણ સાથે પરણાવ્યા પછી દીકરીનું મોઢું જાઇને ભવિષ્યે તમને પસ્તાવો થતો હશે તે દિ’ તમે કશું નહી કરી શકો. એની કરતા…” “ ના..! ઇ તો કોઇ કાળે નહીં બને રામ ! હવે જે થઇ ગયું એ થઇ ગયું હવે લોઢામાં લીટો અને પથ્થર ઉપર લકીર હવે હું વેશવાળ તોડુ ને તો અમારી નહીં પણ વિરમભાની આબરૂને બટ્ટો લાગી જાય. અને આમ જુઓ તો એવા નબળાં માણસોય ક્યાં છે ! તમારૂં જ કુટુંબ છે. એક મગની બે ફાડ્ય છે.”
“વાત એમ નથી કાકા…” રામે પ્રલંબ નિઃશ્વાસ નાખીને કહ્યું ઃ“ વાત આટલી જ હોત તો તો ક્યાં વાંધો જ છે ? પણ રૂપા, રાઘવને પ્રીત કરે છે. એય પણ મારા કુટુંબની એક મગની બે ફાડ્ય છે અને ઇય પણ મારો ભાઇ જ છે. રૂપાનું મન ત્યાં છે અને એક બાપ તરીકે દીકરીને સુખી કરવી છે કે દુઃખી કરવી છે તમારે ? પછી મોડું થઇ જશે કાકા…”
“રામ! હવે આમાં કોઇ ફેરફારને અવકાશ નથી અને હવે મને વધારે શરમાવશો નહીં, વિરમભાના વંશજ છીએ. વેણ, વચન અને વાયદે જેની હાર્યે બંધાઇએ તેની સાથે દગો કરતા નથી આવડતો. જે છે એજ છે.” એમ કરતા એ ઊભા થયા: “બસ હવે તો લગનની તૈયારી” રામે નિઃશ્વાસ નાખ્યો ઃ હવે કોઇ કારી ફાવે એમ નથી. જ્યારે ઘર ખોરડાની આબરૂની વાત આવે છે ત્યારે દરેક હથિયાર હેઠા પડી જાય છે. એ વિચારતો હતો ત્યાં જ સોનલ અંદર આવી એણે પતિ સામે ઇશારો કર્યો. એ ઇશારાનો જવાબ ભરતે આપ્યો ઃ “બેન, હવે બાપુ નહીં માને હવે તો…” બોલતા બોલતા ભરતની આંખમાં આંસુ આવ્યા. મોહન તો ઓરડો છોડી ગયો હતો. સોનલે ભરતને માથે હાથ ફેરવ્યો અને પછી રામને ઉત્કટતાથી પૂછ્યું: “કાકા ન માન્યા ?” “એ નહીં માને ક્યારેય નહીં માને.” રામેય નિઃસાસો નાખીને બહાર નીકળી ગયો. પાછળ રહ્યા કેવળ ભાઇ- બહેન ભરત અને સોનલ ! ભરત, સોનલને બાથ ભરી રડી પડતા બોલ્યો: “રૂપલીનું જીવતર ખરાબે ચડી ગયું બેન…” જવાબમાં સોનલની આંખો પણ ભરાઇ આવી.
——-
તુ શું લઇને આવ્યો છો, ફટફટિયું લઇને ને ?” રૂપાએ રાઘવને પૂછ્યું.
જવાબમાં રાઘવ ચમક્યો: ‘તને કેમ ખબર ?’
“મે તને નવેળીમાં ફટફટિયું ઊભું રાખતા જાયો હતો, એની પહેલા ફટફટિયાનો અવાજ પણ સાંભળ્યો હતો.”
“તો તો તું અહીં ક્યારનીય આવી ગઇ હોઇશ?”
આભાર – નિહારીકા રવિયા રાઘવે ચિંતિત સ્વરે પૂછયું કે, રૂપાએ તેની આંખોમાં આંખ નાખી કહ્યું ઃ “હું જ્યારની આવી હોઉ ત્યારની, મારી ચિંતા શું કામ કરે છો ? હું તો અહીં આવીને આ ખીજડા આડે સંતાઇ ગઇ હતી. તું આવ્યો પછી બહાર નીકળી. પણ હવે નીકળીશ તારી સંગાથે, તું એક કામ કર, મને મારા ગામની ઉગમણે આવેલી રામગર મહારાજની મઢી સુધી મૂકી જા. ત્યાંથી હું હાલી જઇશ.”
“અરે પણ ગામના પાદર સુધી જ મૂકી જાઉને ? તું કહેતી હો તો ઠેઠ ઘરે ય મૂકી જાઉ, અવર ક્યાં છું? તમારા બેનનો દે’ર છું”
“ના, મારે મઢી સુધી જ જવું છે. હું આવી ત્યારે દુધનો લોટો લેતી આવી હતી. વળતી જઉ ત્યારે લેતી જઉને ? અને ત્યાંથી તો એકલી જતી રહીશ. આ તો હવે કાયમનું છે. અને મારૂં તો કોઇ નામ લે એમ નથી.”
“પણ દૂધનો લોટો કોની માટે ?”
“ધરમગર મા’રાજ માટે.” રૂપા ખિલખિલ કરતી હસી પડી.
“મારે ટેક છે. રોજેરોજ એક લોટો મઢીએ દેવા જવાનું એટલે જવાનું જ. એ ધરમગર મારાજે મને કીધું છે કે તારા મનોરથ પુરા થશે.”
“અરે પણ એવા બાવાફાવાનો વિશ્વાસ ન કરાય. તું ય સાવ ગાંડી છો…તું એકલી આવી છો ?”
“એલા, આજની નહીં કે’દુની અને ધરમગર તો દલનો ચોખ્ખો માણસ છે. હુ તો રોજેરોજ વાતુંના તડાકાય એની સાથે મારૂં લે, બોલ. બીજુ કાંઇ ?”
એમ કહીને બોલી: ‘લે ઝટ હાલ્ય, મારા ગામની મઢી સુધી પહોંચાડ, પછી ત્યાંથી જતો રહેજે.”
રાઘવ, મઢી સુધી લઇ આવ્યો તો ખરો, પછી જતો પણ રહ્યો પણ થોડે’ક દૂર સુધી ગયા પછી તેનું મન માન્યું નહીં. તે વળતો પાછો વળ્યો ટેકરી હેઠે ઊભો રહ્યો. ઘણીય વેળા વીતી પણ રૂપા પગથિયા ઉતરીને હેઠે આવી નહીં હવે રાઘવને કીડિયું ચડવા માંડી ટેકરી તો ઘણી ઊંચી હતી. પણ આટલીવારમાં તો ગમે ઇ જણ જઇને પાછું ફરી જાય. પણ રૂપા ? એ રહી ન શક્યો અને પછી ડાંફો ભરતો એક સાથે બબ્બે પગથિયા ચડીને ઉપર ગયો પણ ત્યાં તો કોઇ જ નહોતું રૂપા કે નહોતો ધરમગર ! “અરે ? તેને હૈય ફાળ પડી, રૂપા ગઇ ક્યાં ? ટેકરાની ઉપર ખીજડા અને ચોમેર ગાંડા બાવળ ફેલાયેલા હતા. હજાર દોઢ બે હજારવારમાં પથરાયેલી ટેકરીની જમીન ઉપર અત્યારે લીલીછમ્મ હતી. આંબલી, પીપર, ખીજડા, પીપળા, આવળ જેવા ઝાડવા લીલાછમ્મ હતા. એમ પણ ગોઠણ સમાણું લાંપડું ઘાસ પણ ઊભું હતું. એણે આમથી તેમ ઝાંવા નાખ્યા પણ રૂપા ક્યાંય દેખાઇ નહીં.“રૂપા…” તેણે કેટલીયે વાર સાદ પાડયા પણ રૂપા ત્યાં હોય તો વળતો જવાબ આપે ને ?
રાઘવના રોમેરોમ કીડીઓ ચટકા ભરવા માંડી કે રૂપા ગઇ કયાં ? પાછોતરા કારતકનો સૂરજ હવે અસ્તાચળે ડૂબવા ઝડપભેર આથમણે સરકી રહ્યો હતો. તેણે મીટ માંડી ગામના ખોરડાના નળિયા આથમતા સૂરજના તેજમાં ચળકતા હતા. તેણે વિરમગઢ જતા રસ્તા ઉપર મીટ માંડી નેજું કરીને જાયું બે ચાર સ્ત્રઓના ઓઢણાં ડગડગતા દેખાયા એ હડી કાઢી નીચે ઉતર્યો ત્યાં જ નીચેથી પાછળ બાજુએથી ભગવા કપડામાં સજ્જ સંન્યાસી પગથિયા ચડતો દેખાયો.
“તમે?” રાઘવ ઊભો રહી ગયો: “ તમે, ધરમગર મહારાજ તો નહી કે ?”
“હા, હું જ ધરમગર…” ધરમગરે રાઘવ સામે મીટ માંડી અને પૂછયું: “તમે ? તમે કોણ ? ક્યાંથી આવો છો ? ઉપર હતા ? ”
“હા, હું ધૂણાના દર્શન કરવા ગયો હતો.” એટલું બોલીને રાઘવ એક સાથે બબ્બે પગથિયા નીચે કૂદી ગયો પણ ધરમગરનું શરીર સૌષ્ઠવ તેની નજરમાં ધરબાઇ ગયું હતું એ નીચે ઉતરીને ટેકરીના પગથિયા ચડતા ધરમગરને તાકી જ રહ્યો. ઢાલવા પહોળી છાતી, જટાજૂટ દાઢી, જટા, ગળામાં રૂદ્રાક્ષની માળા તેજસ્વી આંખો, કપાળ ઉપર તાણેલું ત્રિપુંડ… કાંડે રૂદ્રાક્ષના કાંડિયા અને ગમે તેને સંમોહિત કરી દે તેવી આંખો !!
તો રૂપા આને રોજ દૂધનો લોટો આપવા જાય છે. પણ રૂપા, અત્યારે ગઇ ક્યાં ? ઓહ…પેલી રસ્તા ઉપર જતી બે ત્રણ સ્ત્રઓમાં તો રૂપા નહીં હોય ને ?
એ ફટફટિયું લઇને વિરમગઢના રસ્તે પડ્યો, કે ત્યાંજ પાછળની દ્રશ્યથી આડેધડ ટેકરી ઉતરીને રસ્તે ચાલતી રૂપા તેને ભટકાઇ ગઇ. “લે, તમે હજી અહીં જ છો ?” રૂપા લટકું કરીને હસી પડી. “ તું’ય ખરી છો, મને બીવડાવી દીધો. હું તો ઉપર ગયો હતો તને જાવા, પણ તું તો ત્યાં જ મળી.”
“ઇ મળે ઇ બીજા…સમજ્યા ? આ રૂપા નહીં.” રૂપા હસી પડી અને પછી ખુલાસા કરતા બોલી “ધરમગર મારાજ તો ઉપર નહોતા પછી હું ઉપર ચડીને પાછળથી ઉતરી ગઇ…”
“અરે..પણ ધરમગર મારાજ તો તું જે બાજુથી નીચે ઉતરી ત્યાંથી જ તો આવ્યા… મેં જાયા ને ? ” રાઘવ એકધારી નજરથી રૂપાને તાકી રહ્યો. તો રૂપાએ જવાબમાં કહ્યું ઃ “પણ મને
તો મળ્યા નહીં. પછી કહે ઃ “હા, પાછળ આંકડાના ફૂલ લેવા ગયા હશે અને કાંતો કીડિયારૂં પૂરવા ગયા હશે.” “ઠીક છે. રાઘવે આત્મ સમાધાન સાધ્યું.
—–
સાંજ પડી. રૂપા આશાભરી નજરે ખડકી ભણી તાકી રહી હતી. તેને હતું, કે હમણાં જ બા-બાપુ આવશે. આવીને બા તરત જ બાથમાં લઇને કહેશે કે, “છુટ્ટું કરીને જ આવ્યા છીએ. બેટા! જીવતર આખાનો બોજ છાતી ઉપરથી હટી ગયો. રૂપા, જિંદગી આખી પીડાવા કરતા, એક વખતનું દુઃખ સારૂં. ખોરડાની આબરૂને સાટે મારે મારી દીકરીને જીવતરના ભડભડતા નિંભાડામાં નહોતી નાખવી…”
પણ એને બદલે..ખડકી ખૂલી ! એ ખડકીમાં ધડકતા હૈય તાકી રહી. માના ધીમા પગલાં ખડકીમાંથી પ્રવેશ્યા. મા – દીકરીની આંખો ચાર થઇ અને વસંતે દોડીને રૂપાને બાથમાં લઇ લીધી અને પછી પોક મૂકીને રોઇ પડી..રૂપા માની પીડા સમજી ગઇ. હારોહાર એ પણ નાના બાળકની જેમ રોતી રોતી માને બાથ ભરી ગઇ (ક્રમશઃ)
આભાર – નિહારીકા રવિયા