આ દિવસોમાં ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી આર્થિક તંગીની સાથે બીમારીથી પણ ઝઝૂમી રહ્યા છે. ૫૨ વર્ષીય કાંબલી ઘણા સમયથી બીમાર છે. તેની તબિયત ઘણી બગડી ગઈ છે. તેના માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. આવા મુશ્કેલ સમયમાં વિનોદ પાસે આવકનું કોઈ સાધન પણ નથી. તે બીસીસીઆઈ તરફથી દર મહિને મળતા પેન્શન પર નિર્ભર છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે તેમની સારવારનો ખર્ચ કોણ ઉઠાવે? એવા પણ અહેવાલ છે કે તેમની પાસે હોમ લોન પણ છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીના પરિવાર આ ખરાબ સમયમાં તેની સાથે છે. કાંબલી તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની એન્ડ્રીયા હેવિટ, એક પુત્રી અને એક પુત્ર છે. આ મુશ્કેલ સંજાગોમાં, એન્ડ્રીયા તેના પતિની સારી સંભાળ રાખે છે. તે કાંબલીને તેની કારમાં હોસ્પિટલ પણ લઈ જાય છે.
એક સમય હતો જ્યારે વિનોદ કાંબલી પાસે કરોડોની સંપત્તિ હતી અને તેઓ વૈભવી જીવન જીવતા હતા. પરંતુ હવે કાંબલી પાસે તેની સારવાર માટે પણ પૈસા નથી. તેના કેટલાક મિત્રો મળીને તેની સારવારનો ખર્ચ ઉઠાવે છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કાંબલીની મદદ કરનારાઓમાં સચિન તેંડુલકર પણ સામેલ છે. તે જ સમયે,બીસીસીઆઇ તરફથી મળેલા પેન્શનને કારણે, વિનોદ અને તેના પરિવાર માટે સરળ બની જાય છે.
કાંબલી ૨૦૧૦માં જે ઘરમાં રહે છે ત્યાં શિફ્ટ થઈ ગયો હતો. ત્યારે આ ઘરની કિંમત બે કરોડ રૂપિયા હતી. જ્યારે આજે તેની કિંમત ૮ કરોડ રૂપિયા છે. હાલમાં જ મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિનોદ કાંબલી પાસે હોમ લોન પણ છે. તેણે ડીએનએસ બેંકમાંથી રૂ. ૫૫ લાખની હોમ લોન લીધી હતી. જા કે, હવે રિપોર્ટ્‌સ કહી રહ્યા છે કે કાંબલીની પાસે કોઈ હોમ લોન નથી. આ માત્ર સોશિયલ મીડિયા અને ન્યૂઝ પર ફેલાઈ રહેલી અફવા છે. આ સિવાય તેની સામે કાર લોન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.