(એ.આર.એલ),મુંબઇ,તા.૨૧
કન્નડા એક્ટ્રેસ સપ્થમી ગૌડાએ શ્રીદેવી, એક્ટર યુવા રાજકુમારના પત્ની વિરુદ્ધ ૧૦ કરોડનો માનહાનિનો દાવો માંડ્યો છે. અહેવાલોમાંથી મળેલી માહિતી અનુસાર શ્રીદેવીએ આક્ષેપ કર્યો હતો કે તેનાં લગ્ન તૂટવા પાછળ સપ્થમી જવાબદાર છે અને શ્રીદેવીએ એવો પણ દાવો કર્યો હતો કે, યુવા જ્યારે તેની સાથે લગ્નથી જાડાયેલો હતો એ જ વખતે તેને સપ્થમી સાથે અફેર હતું.તેલુગુ અખબારોના અહેવાલો મુજબ સપ્થમીએ શ્રીદેવી પાસે માનહાનિ અને છાપને થયેલાં નુકસાન બદલ ૧૦ કરોડના દાવો માંડ્યો છે. યુવા રાજકુમાર ખૂબ પ્રતિશ્ઠત કન્નડા રાજકુમાર પરિવારમાંથી આવે છે. તે કન્નડા ફિલ્મોના ઇતિહાસમાં સૌથી મોટા સુપરસ્ટાર ડા.રાજકુમારનો પૌત્ર છે. યુવાના પિતા રાઘવેન્દ્ર સહીત તેના કાકાઓ પણ ફિલ્મના એક્ટર અને પ્રોડ્યુસર છે. યુવાએ ૨૦૧૯માં શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા, દંપતિએ આ વર્ષની શરૂઆતમાં ડિવોર્સ ફાઇલ કર્યા હતા.આ વર્ષની શરૂઆતમાં કેટલાંક ઇન્ટર્વ્યુમાં શ્રીદેવીએ દાવો કર્યો હતો કે, તેને આ સબંધમાં ક્રૂરતાનો સામનો કરવો પડ્યો હતો અને યુવાને એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું. તેણે દાવો કર્યો હતો કે યુવાને સપ્થમી સાથે અફેર હતું. યુવાએ આ વર્ષે ‘યુવા’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું, જેમાં સપ્થમી તેની કોસ્ટાર હતી.
સ્પથમિએ ૨૦૨૦માં ‘પોપકોર્ન મંકી ટાઇગર’ ફિલ્મ સાથે ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેને સફળતા ‘કાંતારા’ ફિલ્મથી મળી હતી. ત્યાર બાદ તેણે ૨૦૨૩માં બોલિવૂડમાં વિવેક અગ્નહોત્રની ફિલ્મ ‘ધ વેક્સન વાર’ સાથે ડેબ્યુ કર્યું હતું.