લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા પોતાના વિધાનસભા વિસ્તારને વધારે વિકાસશીલ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેઆ વિધાનસભા વિસ્તારના રોડ રસ્તા કે બીજા વિકાસના કામો માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. તાજેતરમાં જનકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા કાંચરડી દહીંથરા રોડ ઉપર કાંચરડી ગામે નવો માઇનોર બ્રિજ ૮ સ્પાન, ૭ મીટર, પ્રોટેકશન દિવાલ બનાવવા માટે રૂપિયા ૨ કરોડ ૫૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ પુલનું કામ મંજૂર થતા સ્થાનિક લોકો દ્વારા ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયાનો આભાર માનવામાં આવ્યો હતો.