અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કાંચરડી ગામે આજરોજ મુરલીધર કોટન ઈન્ડસ્ટ્રીઝ ખાતે ભાજપ આગેવાનોનો ભવ્યાતિ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાનું જિલ્લા ભાજપના આગેવાનોએ શાલ અને મોમેન્ટો આપી અદકેરૂ સન્માન કર્યું હતું. સી.આર. પાટીલ અને પરશોતમ રૂપાલાએ ભાજપ અગ્રણીઓને નૂતનવર્ષની શુભકામના પાઠવી હતી. જનકભાઈ તળાવીયાના પરિવાર દ્વારા બંને દિગ્ગજ આગેવાનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્વ.પુનાભાઈ તળાવીયાના સ્મરણાર્થે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સી.આર.પાટીલની રજતતુલા કરવામાં આવી હતી. તેમજ રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. રાત્રીના સમયે માયાભાઈ આહિરનો લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં શેરનાથ બાપુ, પ્રભારી મંત્રી આર.સી. મકવાણા, મહેશભાઈ કસવાળા, ભરતભાઈ બોઘરા, રઘુભાઈ હુંબલ, સુરેશભાઈ ગોધાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, કૌશિકભાઈ વેકરીયા, રેખાબેન મોવલીયા, જનકભાઈ તળાવીયા, સુરેશભાઈ પાનસુરીયા, જનકભાઈ બગદાણાવાળા, હિરેનભાઈ હિરપરા, અશ્વિનભાઈ સાવલીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, કાંતિભાઈ બલર, કેતન ઈમાનદાર, પ્રવિણભાઈ ઘોઘારી, હિરાભાઈ સોલંકી, વી.વી. વઘાસીયા સહિત આજુબાજુના ગામોના સરપંચો હાજર રહ્યા હતા.