લાઠી તાલુકાના કાંચરડી ગામે નાની એવી વાતમાં પરિણીતાને લાગી આવતા ઝેરી દવા પીવાથી તેમનું મોત નિપજયુ હતું. પરિણીતાના પતિ સુભાષ કલ્યાણ મુનીયાએ પોલીસમાં જાહેર કર્યુ છે કે તેમની પત્ની ખેતમજૂરી કરે છે. તેમની પત્ની કિંજલ પાણી ભરવા માટે રસ્તામાં આગળ-આગળ દોડતા હોય જેથી દોડવાનું નહી એમ કહેતા પત્નીને મનમાં લાગી આવ્યું હતું. જેથી પરિણીતાએ વાડીએ આવી રૂમમાં પડેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા પરિણીતાને સારવાર માટે દામનગર ખાતે ખસેડવામાં આવી હતી. જયારે વધુ સારવાર અર્થે અમરેલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નિપજયું હતું.