લાઠીના કાંચરડી ગામે રહેતી એક યુવતીના નામે અજાણ્યા ઇસમે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું. જે બાદ તેના ફોટાનો દુરુપયોગ કરી ફોટા પ્રોફાઇલમાં મૂકી સગા સંબંધીઓ તથા ગામના લોકોને ફોલો રિકવેસ્ટ મોકલી હતી. તેમજ અભદ્ર ભાષામાં વાતચીત કરી તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડીને સમાજમાં બદનામ કરવાના ઈરાદે ફોટાનો દુરુપયોગ કર્યો હતો. અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ.કાલોદરા વધુ તપાસ કરી રહ્યા છે.