ત્રણ વખતના સાંસદ અને તિરુવનંતપુરમ લોકસભા મતવિસ્તારના ઉમેદવારે પણ તેમની પાર્ટીના આરોપને પુનરોચ્ચાર કર્યો કે એનડીએ ૪૦૦ બેઠકોની માંગ કરી રહી છે કારણ કે તે બંધારણ બદલવા માંગે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપે સતત કહ્યું છે કે કાંગ્રેસના ઢંઢેરામાં લોકોના પૈસા અને ઘરેણાં લેવાની વાત કરવામાં આવી છે, જેમાં ‘મંગલસૂત્ર’નો સમાવેશ થાય છે – જે હિંદુ ધર્મમાં એક પવિત્ર આભૂષણ છે જે †ીના લગ્નનું પ્રતીક છે. કેટલાક પ્રસંગોએ, વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ લોકોના ઘરોનો એક્સ-રે કરીને તેમની મિલકતનો ઉપયોગ કરશે અને પછી તેનું પુનઃવિતરણ કરવામાં આવશે.
જ્યારે કોંગ્રેસના મેનિફેસ્ટો કમિટીમાં સામેલ શશિ થરૂરને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે દસ્તાવેજમાં સંપત્તિના પુનઃવિતરણ અથવા વારસા ટેક્સનો કોઈ ઉલ્લેખ નથી. શશિ થરૂરે કહ્યું, “મેનિફેસ્ટોમાં આર્થિક પુનઃવિતરણ શબ્દ ક્યાં છે? હું મેનિફેસ્ટો કમિટીમાં છું, મેનિફેસ્ટોમાં આવો કોઈ ઉલ્લેખ નથી. ભાજપ દ્વારા કરવામાં આવેલા દરેક આરોપ સંપૂર્ણપણે મનઘડત છે. ભાજપે લોકો પાસેથી સોનું અને ‘મંગલસૂત્ર’ છીનવી લીધું છે.” વારસાગત કરનો કોઈ સંદર્ભ નથી પરંતુ મેનિફેસ્ટો સમિતિમાં આમાંથી કોઈ મુદ્દાની ચર્ચા કરવામાં આવી નથી.
સાંસદે સ્વીકાર્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક્સ-રે વિશે વાત કરી હતી, પરંતુ કહ્યું કે તેનો અર્થ એ નથી કે લોકોએ તેમના ઘરે જઈને તેમના કબાટ તપાસવા જાઈએ. એકસ રે અથવા સામાજિક-આર્થિક જાતિ વસ્તી ગણતરીનો અર્થ એ છે કે આપણા દેશની અંદર શું ચાલી રહ્યું છે. તેમણે કહ્યું, આ મહત્વપૂર્ણ છે કારણ કે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જાતિના આધારે લાભો આપે છે અથવા રોકે છે.
તેમણે કહ્યું કે, સામાજિક-આર્થિક જાતિ ગણતરી એ શોધવામાં મદદ કરશે કે લોકો તેમના જાતિના જાડાણથી શું કમાઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, જા દલિતો અને ગરીબી વચ્ચે સહસંબંધ ઊભો થાય તો સરકાર લક્ષિત નીતિઓ બનાવી શકે છે.