અમદાવાદના કાંકરિયામાં પુનઃ અટલ ટ્રેન સેવા શરૂ થશે. અટલ ટ્રેન કાંકરિયાનું વિશેષ આકર્ષણ છે. ૬ મહિનાથી બંધ અટલ એક્સપ્રેસ ટ્રેન સેવા ફરી શરૂ કરાશે. રાજકોટના ગેમઝોન દુર્ઘટના બાદ શ અટલ ટ્રેન બંધ કરવામાં આવી હતી. જો કે હાલમાં અટલ એક્સપ્રેસ સેવા શરૂ કરવાને લઈને તમામ પરવાનગીઓ મળી ગઈ. વહીવટીતંત્રની મંજૂરી બાદ ક્રિસમસ તહેવાર યોજાતા કાંકરિયા કાર્નિવલમાં અટલ ટ્રેનમાં સફર કરવાનો આનંદ લઈ શકાશે.
શહેરમાં ફરવાના ઉત્તમસ્થળમાં કાંકરિયા તળાવનો સમાવેશ થાય છે. કાંકરિયામાં ગેમઝોન ઉપરાંત પ્રાણી સંગ્રહાલય સહિત વિવિધ પ્રકારની રાઈડનું આર્કષણ છે. કાંકરિયામાં ખાસ કરીને બાળકોને વધુ મનોરંજન પૂરુ પાડવાના ઉદેશ્યથી અટલ ટ્રેન સેવાના આર્કષણનો ઉમેરો કરવામાં આવ્યો હતો. પરંતુ ગત વર્ષે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આગ દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં ઉહાપોહ મચ્યો હતો. આ આગ દુર્ઘટનામાં અંદાજે ૨૫થી વધુ લોકોના મોત થયા હતા. ગેમઝોન દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં અનેક ગેમઝોન ઉપરાંત વધુ જોખમરૂપ રાઈડની સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે કાંકરિયાની અટલ ટ્રેન એક્સપ્રેસ જોખમરૂપના હોવાની મંજૂરી બાદ ટૂંક સમયમાં ફરી શરૂ થશે.
અટલ એક્સપ્રેસ સર્વન લેમ્બ નામની ટ્રેન ડેવલપ કરતી કંપની દ્વારા ૬ કરોડના ખર્ચે આ ટ્રેન તૈયાર કરવામાં આવી હતી. આ ટ્રેનમાં કુલ ૪ ખુલ્લા કોચ છે. અને તેમાં અંદાજે ૧૪૫ જેટલા પ્રવાસીઓનો સમાવેશ થાય છે. અટલ ટ્રેન કાંકરિયા તળાવ ફરતે ૧૦ કિમી ઝડપે ૪૦ મિનિટમાં રોજના ૩૦ ચક્કર લગાવશે. કાંકરિયામાં છ મહિનાથી બંધ અટલ ટોય ટ્રેન પુનઃ શરૂ થશે. કાંકરિયા કાર્નિવર્લમાં મુલાકાતીઓ માટે અટલ એક્સપ્રેસ વિશેષ આકર્ષનું કેન્દ્ર બની રહેશે.