લોકસાહિત્ય સેતુ સંસ્થાની ૧૧૯મી નિયમિત બેઠક બાલભવનના પ્રાર્થના હોલમાં ડોક્ટર જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ મોટાભાઈ સંવટના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આજના મુખ્ય મહેમાન હાઈકોર્ટના જસ્ટિસ આદરણીય અશોકભાઈ જોષી તથા તેમના કાકા રહ્યા. પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ લોકસાહિત્ય સંસ્થાની વિકાસગાથા અને કલાકાર પરિચય આપી કાર્યક્રમની રૂપરેખા આપી ગુજરાતનું ગૌરવ પરમ પૂજ્ય મોરારીબાપુના પ્રિય પાત્ર મૂર્ધન્ય કવિ હર્ષદ ચંદારાણાને લોકસાહિત્ય સેતુ પરિવારે હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ બે મિનિટ મૌન પ્રાર્થનાથી આપી હતી. આજે રાજવી કવિ કલાપીની અમર રચનાઓનું સર્વ ચંદ્રકાંતભાઈ બારોટ, ઉર્વશીબેન બારોટ, બીનાબેન શુક્લ, સંજયભાઈ વાળોદરે પોતપોતાની આગવી શૈલીમાં ગાન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે જસ્ટિસ જાશીનું ડો. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ મોટાભાઈ સંવત, બાલભવન વતી નાયબ નિયામક દિનેશભાઈ ત્રિવેદી, નારણભાઈ ડોબરીયા સહિતના મહાનુભાવો અને સમાજ શ્રેષ્ઠીઓએ સન્માન કર્યુ હતું.