લાઠીના પ્રાંત ઓફિસર નિરવ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં લાઠીના નાગરિકોએ કવિ કલાપીને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્નેહ વંદન કર્યા હતા. કલાપી તીર્થ સંગ્રહાલયની મુલાકાતે આવતા ચાહકોને કવિના જીવન અને કવન વિશે માહિતી આપતી સુંદર ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રસારણ પ્રાંત ઓફિસર નિરવ બ્રહ્મભટ્ટના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. રાજેશ પટેલ લિખિત-દિગ્દર્શિત “કલાપી ધ પોએટ ઓફ લવ” ફિલ્મનું નિર્માણ ઘનશ્યામભાઈ શંકરના સૌજન્યથી થયું છે. લાઠી રાજવી પરિવારના સભ્યો હર્ષાબા રસિકસિંહજી ગોહિલ, સંજયસિંહજી અને અજયસિંહજી ગોહિલના સહયોગથી કલાપી તીર્થને હાઈટેક ટેલિવિઝન અને સાઉન્ડ સિસ્ટમ ભેટ મળી છે. આ પ્રસંગે, કલાપી તીર્થ સંગ્રહાલયની મૂળ કલ્પના અને સંરચના કરનારા, એક સમયના અમરેલીના કલેક્ટર અને કવિ હૃદયી પ્રવીણભાઈ ગઢવીને અંજલિ આપી, બે મિનિટનું મૌન પાળીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.








































