આજકાલ, ઉદ્યોગમાં એવા અહેવાલો છે કે અમિતાભ બચ્ચને ‘કલ્કી ૨૮૯૮ એડી’ ની સિક્વલ માટે તેમના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. જા કે, આ બાબતે નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. આ ફિલ્મ ‘કલ્કી ૨’ તરીકે જાણીતી છે. કમલ હાસન પણ આ ફિલ્મનો એક ભાગ છે.
૧૨૩ તેલુગુ અનુસાર, અમિતાભ બચ્ચને ફિલ્મ માટે પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. ત્યારથી તેઓ મુંબઈ જવા રવાના થઈ ગયા છે, જ્યારે બાકીના હાલમાં શૂટિંગમાં વ્યસ્ત છે.
આ દરમિયાન, અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર લખ્યું, “ઘર એ ઘર છે. તે લાગણીઓથી ભરેલું છે. ઘર ફક્ત દિવાલો અને છતનું માળખું નથી. તે આરામ, પોતાનું સ્થાન અને સુરક્ષાનું સ્થળ છે.” તેમણે આગળ લખ્યું કે તેઓ “કલ્કી ૨” ના શૂટિંગ માટે હૈદરાબાદમાં હતા. હવે, તેઓ ફરીથી તેમના શુભેચ્છકોને મળી શકશે. અભિનેતાએ તેમના ઘરની બાલ્કનીમાંથી ગુલાબના ફૂલનો ફોટો પણ શેર કર્યો. અમિતાભ બચ્ચનનો બ્લોગ સૂચવે છે કે તેઓ હાલમાં ઘરે છે.અમિતાભ બચ્ચન દર રવિવારે તેમના ઘર, જલસાની બહાર તેમના ચાહકોને મળે છે. જાકે, તેઓ ગયા રવિવારે તેમના ચાહકોને મળી શક્યા ન હતા. તેમણે પોતાના બ્લોગમાં શેર કર્યું કે તેઓ મુસાફરીને કારણે ચાહકોને મળી શક્્યા નથી.
એ નોંધનીય છે કે અમિતાભ બચ્ચને ‘કલ્કી ૨૮૯૮ એડી’ ના પહેલા ભાગમાં શકિતશાળી અને રહસ્યમય અશ્વત્થામાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેમની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ પૈકીની એક હતી. તેમણે ફિલ્મમાં કમલ હાસન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટણી સાથે સહ-અભિનય કર્યો હતો.











































