કલોલ કલ્યાણપુરામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી. હત્યા કરી પતિ દીકરીને કોલ કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કલોલ પોલીસ મથકે આ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગીતાબેનની હત્યા બાદ ૨૭ વર્ષના લગ્નજીવનનો કરૂણ અંત આવ્યો હતો.પતિ ભાનુપ્રસાદને પત્નીને અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાનો વહેમ હતો ભાનુપ્રસાદ ખાનગી સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે. ૪૫ વર્ષનાં ભાનુપ્રસાદ દારૂનો વ્યસની છે. જ્યારે મૃતક ગીતાબેન કેટરીંગમાં વ્યવસાય કરતા હતા. ગીતાબેનને ત્રણ દીકરીઓ છે. જેમાં બે દિકરીના લગ્ન થઈ ચૂક્યા છે. ખુદ પિતાએ આ વાતની જાણ તેની દીકરીને કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે  રાÂત્ર દરમિયાન જ્યારે પત્ની સુતી હતી તે વખતે જ પતિ ભાનુપ્રસાદે ઓશિકા વડે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

ભાનુ પ્રસાદ હત્યા કર્યા બાદ ભાનુપ્રસાદે પોતાની દીકરીને ફોન કરીને જાણ કરી હતી કે મે તારી માતાની હત્યા કરી છે. જેથી દીકરીએ હિંમત કરી કલોલ પોલીસને ઘટના વિશે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પંચનામું હાથ ધર્યું હતું. ત્યાર બાદ તેની પત્ની ગીતાબેનની લાશને કલોલ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. હત્યા કરનાર ભાનુપ્રસાદની પોલીસ શોધખોળ કરી રહી છે.